મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન, આકાશ-ઈશા પાસે RIL બોર્ડમાં મોટી જવાબદારી, નીતા બહાર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારો થયા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે.
તે સમયે નીતા અંબાણી બોર્ડથી બહાર થયી. પારન્તુ તે રીલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સનતો રહેશે જ. આ સમાચાર આવતાની સાથે જ રીલાયન્સ ઇંડસ્ટ્રીઝના શેરને અસર થયી હતી. આ સાથે જ રીલાયન્સ ઇંડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય બેઠકની પણ શરૂઆત થઈ ગયી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ $150 બિલિયનનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કંપનીનું આ સૌથી વધુ રોકાણ છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઉભરતા નવા ભારતમાં અગ્રેસર છે. “અમે મોટે ભાગે અશક્ય લક્ષ્યો નક્કી કર્યા અને તેમને હાંસલ કર્યા,” તેમણે કહ્યું.
આ પહેલા મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં ઘણી મહત્વની જાહેરાત કરી હતી. જિયોનું એર ફાઈબર ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. Jio Air Fiber 5G નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોમાં વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પ્રદાન કરશે.