રાજકોટની પેઢીએ ઈરાન ખાતે નિકાસ કરેલા ચણા દુબઈ પોર્ટ ઉપર બ્લાસ્ટમાં બગડી જતા વળતર મેળવવા દાદ માંગી તી
રાજકોટની લેગસી ઈમ્પેક્ષ પ્રા.લી. કંપની દ્વારા ઈરાનની કંપનીને મોકલવામાં આવેલ પોણા કરોડના દેશી ચણા યુ.એ.ઈ.ના જેબેલ અલી પોર્ટ ખાતે શીપમાં હતો. તે દરમ્યાન પોર્ટ ઉપર બ્લાસ્ટ થતાં લાગેલી આગના કારણે નુકશાન જતાં ગ્રાહક સુરક્ષા ફોમમમાં કરવામાં આવેલ ફરીયાદમાં ડી.પી. વર્લ્ડને કરેલ શો-કોઝ નોટીસને જ ગેરકાયદેસર ગણી કેસમાંથી ડીસ્ચાર્જ કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત હકીકત રાજકોટ સ્થીત લેગસી ઈમ્પેક્ષ પ્રા.લી.ના ડીરેકટરે ઈરાનની કંપનીને કુલ યુ.એસ.ડોલ2 92,400નાં દેશી ચણા એક્ષપોર્ટ કરવાનો માલ દુબઈના જેબલ અલી પોર્ટ ઉપર હતો તે દરમ્યાન જેબલ અલી પોર્ટમાં અન્ય ક્ધટેઈનરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને દુબઈ પોર્ટ ઓથોરીટી દ્વારા આગને કાબૂમાં લીધી હતી પરંતુ એક્ષપોર્ટના માલમાં નુકશાની જતા તે માલ એક્ષપોર્ટ કરી શકાયેલ ન હતો જેથી ફરીયાદીએ નુકશાનીનુ વળતર મેળવવા રાજકોટની ગ્રાહક સુરક્ષા ફોરમમાં દુબઈ પોર્ટ ઓથોરીટી અને ડી.પી. વર્લ્ડ સહીત અન્ય 8 પક્ષકારો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાતા દુબઈ પોર્ટ ઓથોરીટીને ડી.પી. વર્લ્ડ મારફતે શો કોઝ નોટીસની બજવણી કરી ફરીયાદમાં હાજર રહેવા આદેશ કરાયો હતો.
દુબઈ પોર્ટ ઓથોરીટી વતી નોટીસની બજવણી થતાં વિશ્વ વિખ્યાત ડી.પી. વર્લ્ડ કંપની વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી ત્રણ મેમ્બરની ગ્રાહક ફોરમ સમક્ષ હાજર કરેલી રજુઆત ગ્રાહ્ય રાખી દુબઈ પોર્ટ ઓથોરીટીને ડી.પી.વર્લ્ડ થકી કરવામાં આવેલ નોટીસની બજવણી ગેરકાયદેસર ઠરાવતો અને ડી.પી. વર્લ્ડ રેકર્ડ પરથી ડીસ્ચાર્જ કરતો હુકમ ફરમાવ્યો હતો. આ કેસમાં વિશ્વ વિખ્યાત ડી.પી.વર્લ્ડ કંપની તરફે ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભુમિકા નંદાણી રોકાયા હતા.
9/4, 13:20 અબફ ઝફસ ખફક્ષજ્ઞષ: મિત્રતાના દાવે લીધેલી રકમની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના ગુનામાં અદાલતે આરોપીને એક વર્ષની સજા ફરમાવતો હુકમ કર્યો છેઆ કેસની હકીકત મુજબ રાજકોટના વાવડી ખાતે રહેતા યુવાને મિત્રતાના નાતે મિત્ર મહેશ ગણપતભાઈ ગેવારીયાને રૂ.3 લાખ હાથ ઉછીના આપ્યા હતા જે રકમની ચુકવણી માટે મહેશ ગેવારીયાએ રૂ.3 લાખનો ચેક આપ્યો હતો જે ચેક વગર વસૂલાતે પરત ફરતા ફરિયાદીએ પોતાના એડવોકેટ મારફતે મિત્ર મહેશ ગેવારીયાને નોટીસ પાઠવી હતી જે નોટીસની બજવણી થઈ ગઈ હોવા છતાં રકમ નહીં ચૂકવતા યુવાને મિત્ર મહેશ ગેવારીયા વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી.
જે કેસ ચાલી જતા બંને પક્ષની રજૂઆત બાદ અદાલતે ફરિયાદી તરફે રોકાયેલા એડવોકેટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી મહેશ ગેવારીયા ને રૂ.3 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ફરિયાદીને રૂ.3 લાખ ચૂકવી દેવા હુકમ ફરમા આવ્યો છે.આ કેસમાં ફરિયાદી તરફે વિઠલાપરા સોલિસિટર્સના વકીલ સી.એસ.વિઠલાપરા, એસ. આર. સરવૈયા, પી.બી જેઠવા, એલ.વી.ભજગોતર, એસ.ડી. ચાવડા, બી.એમ. જેઠવા, જે.ડી બથવાર, વિ.કે. વણઝારા, કે.વી.ગોહિલ, કે.જી. ભીમાણી, પ્રેમ મકવાણા, એન.કે ચુડાસમા, હિરેનભાઈ વિઠ્ઠલાપરા, અશ્વિનભાઇ રાઠોડ, આર.કે. દેત્રોજા. એમ.એમ. રાઠોડ રોકાયા હતા.