Abtak Media Google News

તમામ મેળામાં તંબુ ચોકી બનાવી ફરિયાદનો ત્વરીત નિકાલ કરાશે: પોલીસની સી ટીમ તહેનાત રહેશ

રાજકોટ રેન્જના જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ રૂરલ વિસ્તારમાં જન્માષ્ટમી નિમિતે 72 સ્થળે લોકમેળાનું આયોજન થઇ રહ્યા છે. તમામ લોકમેળામાં પોલીસની “જઇંઊ ઝયફળ” અને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે તેમજ પ્રજા નિર્ભયપણે તહેવાર માણી શકે તે માટે રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવની સૂચનાથી રેન્જના તમામ જિલ્લાના એસ.પી.ના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

આગામી તા.07/09/2023ના રોજ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થનાર હોય જે અનુસંધાને રાજકોટ રેન્જના કુલ 40 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ-72 નાના-મોટા લોકમેળાઓનું આયોજન થનાર છે. જેમાં બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થનાર છે. જે અનુસંધાને દ્વારકા જીલ્લામાં-2, જામનગર જીલ્લામાં-6, મોરબી જીલ્લામાં-9, રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં-29 તથા સુરેન્દ્રનગર જીલ્લામાં-26 એમ કુલ-72 નાના-મોટા લોકમેળા યોજાશે.

મોટા અને સેન્સેટીવ લોકમેળાઓ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તેમજ નાના લોકમેળાઓ ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા થાણા અધિકારીઓ કેમ્પ રાખશે. તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સિનિયર સિટીઝનો માટે પોલીસની સી ટીમ રાખવામાં આવનાર છે. પીકપોકેટરો, ચેઇન સ્નેકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા સારૂં એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે. તમામ લોકમેળાઓ ખાતે લોકો રજૂઆત-ફરીયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવી છે. ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.