Abtak Media Google News

રાજકોટવાસીઓ માટે જન્માષ્ટમીની ઉજવણીમાં આ વર્ષે 150 ફુટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ સામે આંબેડકર ચોકમાં ટ્રેડીશ્નલ રોયલ મેલા-ર નું આયોજન મહાવીર ગ્રુપ દ્વારા કરવામાં આવેલ છે. આ રાજકોટવાસીઓમાં નહી પણ સૌરાષ્ટ્રભરની જનતા માટે તા. ર સપ્ટે. થી 1 ઓકટો. સુધી મનોરંજનથી ભરપૂર આયોજન કરવામાં આવેલ છે.

રોયલ લોકોનો રોયલ મેલા-2 તા.2 સપ્ટેબર થી 1 ઓકટોબર આંબેડકર ચોક, 150 ફુટ રિંગ રોડ, ફોર્ચ્યુન હોટેલ સામે, રાજકોટ ખાતે. જેમાં ઝાકમઝાળ રોશનીથી ભરપુર આકર્ષક વિશાળ પ્રવેશદ્વાર અને ભવ્યાતીભવ્ય ડેકોરેશન, વિશાળ પાર્કિંગની સુવિધા સાથે સિકયુરીટીની કડક વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સમગ્ર મેળાનું મોનીટરીંગ, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ સાથે માણવા જેવો મેળો એટલે રોયલ લોકોનો રોયલ મેલા ર. રોયલ મેલા-ર માં આકર્ષક દૂબઇનો 200 ફુટનો વન્ડરબ્રિજનો થીમ એન્ટ્રી ગેઇટ પર ઉભો કરવામાં આવેલ છે. રોયલ મેલા-ર માં એન્ટ્રી લેનાર દરેક માટે દૂબઈ સીટીમાં મહાલવા નિકળ્યા હોય તેવો રોમાંચક અનુભવ થશે. તેમા આકર્ષક થીમ બેઇઝ એન્ટ્રીથી જ આપ દૂબઇમાં છો તેવી અનુભુતી થશે તેમજ એફીલ ટાવરનું પણ અદભુત આકર્ષણ સાથે સાથે સેલ્ફીઝોનની પણ મજા માણો. આ વર્ષે રોયલ મેલા-ર માં જમાવટ કરશે. એડન્વેન્ચરથી ભરપુર સૌરાષ્ટ્રભરની જનતા માટે દેશ-વિદેશથી અવનવી અદ્યતન રાઇડઝ મનોરંજન માટે તૈયાર છે.

રોયલ મેળો જેમાં બહેનો માટે ખાસ શોપીંગની સુવિધા ધરાવતા સ્ટોલ જેમાં ઇમીટેશન જવેલરી, કટલેરી આઇટેમ્સ, લેડીઝ ફુટવેર, લેડીઝ પર્સ, લેધર આઇટેમ્સ, કોસ્મેટીક આઇટેમ્સ, કીચનવેર આઇટેમ્સ, કુકીંગવેર આઇટેમ્સ, ગીફ્ટ આર્ટીકલ્સ, ઉપરાંત વિવિધ પ્રકારનાં હેન્ડીક્રાફટસનો બેનમુન ખજાનો, મેળો તો બસ રોયલ મેળો જ, સાથે સાથે એજ્યુકેશન આઇટમ્સ, સ્ટેશનરી પ્રોડકટસ, હાઉસ હોલ્ડ આઇટેમ્સ, સ્પોર્ટસ એસેસરીઝનાં સ્ટોલ્સ તો ખરા જ… સાથે સાથે બાળકો માટે ખાસમખાસ અવનવી વેરાઇટીના નવીનતમ રમકડાઓનો ખજાનો ધરાવતા ખાસ સ્ટોલ્સ પણ છે.

મેળામાં હરતા-ફરતા સૌરાષ્ટ્રની સ્વાદ પ્રેમી માટે વિવિધ વેરાયટીના ખાણીપીણીના સ્ટોલ્સ તેમજ આઇસ્ક્રીમમાં વિવિધ ફ્લેવર્સ માણવા માટે રોયલ મેલા-રમાં આવવુ જ રહયુ. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટની ફેશનપ્રીય જનતા માટે ખરીદી માટે 150થી પણ વધુ સ્ટોલ્સ આ વખત. રોયલ મેલા-રમાં ઉભા કરવામાં આવ્યા છે.

સ્વચ્છ સુંદર મેળામાં ફરતા ફરતા, ટેસ્ટથી ભરપુર વાનગીઓનો પણ લઇએ લ્હાવો. આરોગ્યપ્રદ વાનગીઓનાં સ્ટોલ્સની સંગાથે કોલ્ડ્રીંકસ અને કોલ્ડ્રીંક્સ અને ખ્યાતનામ આઇસ્ક્રીમ સ્ટોલ ઉપલબ્ધ છે.

રોયલ લોકોનો રોયલ મેલા-રમાં મનોરંજનનો મહાસાગર સમા રોયલ લોકોનાં રોયલ મેળામાં રોજેરોજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, કાનુડા કોમ્પીટીશન, મટકી ફોડ કાર્યક્રમ થશે.

આવો ગમતાનો કરીએ ગુલાલ રોયલ લોકોના રોયલ મેલાને સંગે યોજાઇ રહેલા મેળામાં ગુજરાતમાં ક્વોલીટીમાં નં.1 મેળામાં મહાવલવા સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે. સાથે સાથે રોયલ મેળામાં ફ્રી પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.