છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે ગરબાની પ્રેકિટસ કરતા યુવાનો હૃદય રોગના તિવ્ર હુમલાથી મોતને ભેટી રહ્યા છે જેનાથી સરકાર પણ ચિંતિત છે નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.
આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં સીપીઆર અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.