રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્રારા હાથ ધરવામાં આવેલા  ચેકિંગ દરમિયાન  વાવડીમાં જલીયાણ ઇન્ડ. એરીયા પાસે રંગોલી સ્ટીલની બાજુમાં આવેલા વિમલભાઈ વેકરીયાની માલિકી પેઢી “માહી જનરલ ફૂડ પ્રોડકટ્સ”ની સ્થળ તપાસ કરવામાં આવ્યુ હતું.

માહી ફૂડ પ્રોડક્ટમાં કોર્પોરેશનનું ચેકીંગમાં જન આરોગ્ય સાથે ચેડાંનો પર્દાફાશ

ઉત્પાદક પેઢીમાં વિવિધ પ્રકારના નમકીનની વેરાયટીનું ઉત્પાદન સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડયુ હતું. તપાસ કરતાં પેઢીના સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં ઉત્પાદન થતું જોવા મળેલ, પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી પેક્ડ નમકીન- ફરસાણ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે પેક્ડ ખાધ્ય પદાર્થો જેવા કે પર ચકરીના પેકિંગ પર એકપાયરી ડેટ કે ઉત્પાદન અંગેની કોઈ પણ વિગતો છાપેલ ન હોવાનું માલૂમ પડેલ તેમજ ચકરી માટેનો જમીન પર પાથરેલી બાફેલો લોટ 250 કિ.ગ્રા., તેમજ તૈયાર ચકરી 350 કિ.ગ્રા., અન્ય પડતર વાસી ફરસાણ 75 કિ.ગ્રા., મળીને કુલ અંદાજીત 675 કિ.ગ્રા. જથ્થો અખાધ્ય તેમજ વાસી મળી આવ્યો હતો.આહાર માટે યોગ્ય ન હોય જે ફૂડ બિઝનેશ ઓપરેટર સ્વીકારેલ. જે સમગ્ર અખાધ્ય જથ્થો ફરી બજારમાં વેચાણ ન થાય તેથી જાહેર આરોગ્યના હિતાર્થે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ  વિભાગના કોમ્પેકટર વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવ્યુ હતું. તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તથા ઉત્પાદન સ્થળ પર હાઇજિનિક કન્ડિશન જાળવવા તેમજ પેકિંગ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે લેબલિંગ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પરથી ચકરી (ફરસાણ) અને મરચાં પાઉડરના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.