Abtak Media Google News

ડિગ્રી એન્જિનિયરિંગમાં કેટી સોલ્વ કરવાના સમયગાળાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ડિગ્રી એન્જિનિયરિંગમાં કેટી સોલ્વ કરવાના સમયમાં ઘટાડો કરવામાં આવી છે. જેને લઈ યુજીસીએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નોંધનિય છે કે, અગાઉ વિદ્યાર્થીઓને કેટી સોલ્વ કરવા 4 વર્ષ મળતા હતા જેને બદલે હવે નવા નિયમ મુજબ કેટી સોલ્વ કરવા 4 ને બદલે હવે 2 વર્ષ મળશે.

Advertisement

પરીક્ષાનું લાંબુ આયોજન અને સમય વેડફાતો હોવાથી યુજીસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

યુજીસીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. મહત્વનું છે કે, અગાઉ ડિગ્રી એન્જિનિયરિંગમાં કેટીની પરીક્ષા પાસ કરવા માટે 4 વર્ષ અપાતા હતા. જોકે હવે યુજીસીએ પરીક્ષા સંદર્ભે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ હવે વધારાના 2 વર્ષમાં અગાઉના સેમેસ્ટની પરીક્ષા પાસ કરવાની રહેશે. જેથી 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાના 2 વર્ષમાં ફરજિયાતકેટી સોલ્વ કરવાની રહેશે. મહત્વનું છે કે, પરીક્ષાનું લાંબુ આયોજન અને સમય વેડફાતો હોવાથી આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.