Abtak Media Google News

બોર્ડની પરીક્ષા સંદર્ભે પોલીસ કમિશનરનું જાહેરનામું

પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા સહિતના પ્રતિબંધો લાગ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી એસ.એસ.સી./એચ.એસ. એસ.સી.ની પુરક પરીક્ષા તા.15/07/2021 થી તા.28/07/2021 દમિયાન યોજાનાર છે.

આ પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્દ્રો પૈકી રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરેટ વિસ્તારના હેઠળના પરીક્ષા કેન્દ્રોમાં તા.15/07/2021 થી તા.28/07/2021 સુધી જાહેર રજાના દિવસો સિવાયના દિવસો દરમિયાન સવારે 9/00 કલાકથી સાંજે 19/00 કલાક સુધી આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામાં થતી ગેરરીતી અટકે, કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ કમિશ્નરે હકુમત હેઠળના સમગ્ર વિસ્તારની જે શાળાઓનાં બિલ્ડીંગોમાં પરીક્ષા લેવાનાર છે,

તે કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની આસપાસનાં 100 મીટર (એકસો મીટર)નાં વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓના એકત્રિત થવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર, ચાર કે તેથી વધારે માણસોના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પરીક્ષાને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ કે વિજાણું ઘડીયાળ જેવા ઇલેકટ્રોનિક સાધનો તેમજ મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકયો છે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્યકિતઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. અન્યો સામે હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.