Abtak Media Google News

શહેરના બરકટી નગર શેરી નં 1 માં છોટા હાથી રિવર્સ લેતી વેળાએ પાછળથી અચાનક આવેલા માસૂમ પર ટાયર ફરી વળતાં ચગદાઈ જતાં એક વર્ષના મસુમનું મોત નિપજ્યું છે.

Advertisement

એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના બરકટી નગર શેરી નં 1 માં રહેતા આસિફભાઈ છબીબી ના એક વર્ષનો માસૂમ ફિયાઝનું છોટા હાથી પાછળ લેતી વેળાએ ટાયર નીચે આવી જતા મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં પાડોશી ઉમેશ મુલતાની પોતાનું  છોટાહાથી રિવર્સ લેતી હતો તે વેળાએ અચાનક પાછળ બાળક આવી જતા માસૂમ પર ટાયર ફરી વળતાં મોત નિપજ્યું છે.મૃતક ફિયાઝના પિતા ડ્રાઈવિંગ કામ કરે છે અને પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાની ના પાડી છે.જ્યારે દંપતીના એકને એક પુત્ર ફિયાઝનું મોત નીપજતાં પરીવારમાં કલ્પાંત છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.