Abtak Media Google News

સુરતમાં પાટીદાર અનામત આંદોલનનું કેન્દ્ર હતું. ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ 2017માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી. જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક સામે કેસ નોધવામાં આવ્યો હતો. ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમયે પૂર્વ પાસ નેતાએ સુરતમાં યોજી હતી વિશાળ રેલી

વર્ષ 2017 માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવાના કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે.

પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલને 15000ના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પોલીસ પરવાનગી વિના વર્ષ 2017 માં રેલી કાઢી હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યા હતા.

પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે નિર્દોષ જાહેર થતાં કહ્યું છે કે, આજે સત્યનો વિજય થયો છે. સત્યનો હંમેશા વિજય થતો હોય છે. વર્ષ 2017 ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદય પૂર્વક આભાર માનું છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.