- ગ્રાહકને અનુકૂળ વાતાવરણ અને શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવી: ગ્રાહકને અપેક્ષિત કામ આપી સૌંદર્યના નિખારમાં અવનવું આપવા અવગત કરવા
સ્ત્રી કે પુરુષ આજે સુંદર દેખાવું સૌ કોઈને ગમે છે. વ્યક્તિના સૌંદર્યને વધુ નીખારવા તથા તેમના સૌંદર્યતામાં વિવિધતા આપવા આજે સલૂન એક્સપર્ટ સતત અપગ્રેડ અને ક્રિએટિવ રહે છે.
સલૂન ઇન્ડસ્ટ્રીની કોસ્મેટિકની દુનિયા ખૂબ વિશાળ બની ચૂકી છે.સમયાંતરે હેર મેકઅપમાં વિવિધતા ગ્રાહકોને આપવા સતત સલૂન એક્સપર્ટ ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે.
સાથોસાથ ગ્રાહકોને તેમની સૌંદર્યતામાં અવનવું આપવા તેમના હેર,અને સ્કિનમાં અવગત કરાવવામાં આવતા હોય છે.લગ્નસરાની સીઝન હોય કે કોર્પોરેટ ફંક્શન દરેક પ્રસંગમાં સ્ત્રી અને પુરુષને તે પ્રસંગ અનુરૂપ હેર કટ,મેકોવર કરવાની ઘેલછા રહેતી હોય છે.
પરંતુ જ્યારે વધુ સારું દેખાવું છે ત્યારે શું કરવું તેનું નિરાકરણ સલૂન એક્સપર્ટ પૂરું પાડે છે.જે માટે સલુન એક્સપર્ટ આજે લગ્નસરાની સિઝન,કોર્પોરેટ ફંક્શન કે અન્ય કોઈપણ પ્રસંગમાં વ્યક્તિને તેની સૌંદર્યતામાં વિવિધતા આપવા ક્રિએટિવિટીની સાથે અપગ્રેડ રહી તેમની અપેક્ષા મુજબનું કામ આપી રહ્યા છે.
સલૂન ઇન્ડસ્ટ્રી સર્વિસ બેસ્ટ સર્વિસ આપવા માટે આગવી ઓળખ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ છે.સલૂન એક્સપર્ટ નું પણ આ માનવું છે. સલુન એક્સપર્ટ માને છે તેમની ઇન્ડસ્ટ્રીમાં સર્વિસએ મહત્વનું પાસું ભજવે છે.ગ્રાહકને અનુકૂળ વાતાવરણ સાથે શ્રેષ્ઠ સર્વિસ પૂરી પાડવા હર હંમેશ સલૂન એક્સપર્ટ તત્પર રહે છે.
ત્યારે શહેરના વિવિધ જાણીતા સલૂન એક્સપર્ટ તથા હેર-મેકઅપના આર્ટિસ્ટ સાથે અબતકે ખાસ વાતચીત કરી સૌંદર્યતામાં નિખાર લાવવાની સાથે વિવિધતા આપવા પરનો વિશેષ અહેવાલ રજૂ કર્યો છે.
સૌંદર્યમાં વધુ નિખાર લાવવા ઇન્ટરનેશનલ મેકઅપ સાથે ગ્રાહકને મનગમતું કામ આપવું: આર્ટિસ્ટ, (લુનાર સલૂન)
લુનાર સલુના હેર મેકઅપ આર્ટિસ્ટોએ જણાવ્યું કે, ગ્રાહકની અપેક્ષા મુજબ નું સૌપ્રથમ કામ આપવાનું રહે છે.
મેસી લુક નો ક્રેઝ વધારે જોવા મળે છે. તદુપરાંત અમારા ગ્રાહકોને તેમના સૌંદર્યમાં વધુ નિખારલાવા ઇન્ટરનેશનલ મેકઅપ પણ કરવામાં આવી રહ્યો છે. હાઈલાઈટ નો ક્રેઝ વધારે છે જેમાં ફંકી હાઇલાઇટ કેરા બોન્ડ અને સ્મુથ આ તમામમાં વિવિધતા સાથે ગ્રાહકને સર્વિસ પૂરી પાડવામાં આવે છે.
બ્યુટીશન અને આર્ટિસ્ટે વર્ષમાં કંઈક નવું શીખવું: ભરતભાઈ ગલોરીયા
એટ્રેક્શન સલુનના એક્સપર્ટ ભરતભાઈ ગલોરીયા એ જણાવ્યું કે,વર્ષમાં એક વખત બ્યુટીશન અને આર્ટિસ્ટે કંઈક નવું શીખવું જરૂરી છે. રોજની પ્રેક્ટિસ અપડેટ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.કેમિકલ ટ્રીટમેન્ટમાં ઇન્કમ સારી મળે છે પરંતુ રિસ્ક ફેક્ટર વધારે જોવા મળે છે.ત્યારે ગ્રાહકને કેમિકલ ટ્રીટમેન્ટ આપતા પહેલા તેને અવગત કરવો જરૂરી છે.ગ્રાહકના સૌંદર્યના નિખારમાં વિવિધતા આપવા આર્ટિસ્ટે એક્સપર્ટે બ્યુટીશન શીખવાની વૃત્તિ રાખવી જરૂરી છે.
ગ્રાહકને પારદર્શકતા સાથે સર્વિસ પૂરી પાડવામાં આવે છે: યોગેશભાઈ વાજા
વાય.કે ક્રિએશન સલૂનના ઓનર યોગેશભાઈ વાજાએ જણાવ્યું કે, સ્વચ્છતા નું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે સાથે પારદર્શકતા રાખવામાં આવે છે જે પ્રોડક્ટ બતાવવામાં આવે છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે તજજ્ઞ ટીમ ના અનુભવ સાથે ગ્રાહકને સર્વિસ પૂરી પાડવામાં આવે છે અમારી ટીમના સભ્યોને સતત એજ્યુકેટ કરવામાં આવે છે.ગ્રાહકની સ્વચ્છતા નું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે.અમારા રેગ્યુલ ગ્રાહકની પર્સનલ કેરની કીટ અલગથી સલૂન પર રાખવામાંમાં આવે છે.