Abtak Media Google News

ઉત્તરપ્રદેશમાં પ્રયાગ ખાતે ત્રિવેણીસંગમ પર કરશે અનશન ઉપવાસ

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ અહીં કહ્યું હતું કે, ૨૦૧૮માં ગંગા મિશન શરૂ નહીં થાય તો હું મૃત્યુ સુધી અનશન ઉપવાસ કરીશ. આ સાધ્વી ઉમાનો તોખારો છે. તેમણે આગળ કહ્યું હતું કે, ઓકટોબર-૨૦૧૮ સુધીમાં ગંગા નદીના શુદ્ધિકરણને લગતું અભિયાન ગંગા મિશન શરૂ નહીં થાય તો હું ‘મહા ઉપવાસ સે મહાપ્રયાણ’ (મૃત્યુ સુધી અનશન ઉપવાસ) કરીશ.

નવી દિલ્હી ખાતે એક જાહેર કાર્યક્રમમાં મંત્રી ઉમા ભારતીએ ગંગા મિશનને લઈને મૃત્યુ સુધી અનશન ઉપવાસ કરવાનું નિવેદન કર્યું ત્યારે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી પણ ત્યાં મંચ પર હાજર હતા. કહ્યું કે, ‘હું ઈચ્છું છું કે ગંગા મિશન આવતા વર્ષના ઓકટોબર માસ સુધીમાં શરૂ થઈ જાય પરંતુ એવી માગ નથી મુકતી કે તે ખૂબ જ જલ્દી પુરા થઈ જાય. કેમ કે આ સરકારી કામકાજ છે. તેમાં ઘણી બધી ફોર્માલિટીઓને અનુસરવાની હોય છે.

ઓકટોબર-૨૦૧૮ને હજુ ૧૧ માસની વાર છે. આટલી અવધિ ઘણી કહેવાય અગર આ અવધિમાં પણ ગંગા મિશન શરૂ ન થાય તો હું મૃત્યુ સુધી અનશન ઉપવાસ કરીશ તેમ ઉમા ભારતીએ જણાવ્યું હતું. તેઓ ઉતર પ્રદેશના પ્રયાગમાં ત્રિવેણી સંગમ પર મૃત્યુ સુધી અનશન ઉપવાસ પર બેસશે. આ મિશનનો હવાલો ગડકરી પાસે છે. તેમણે પ્રશંસા કરતા કહ્યું કે, આ મિશન એક સાચા વ્યકિતના હાથમાં છે. આ પ્રસંગે નીતિન ગડકરી ઉપરાંત અધિકારીઓ, વિજ્ઞાનીઓ, અન્ય મંત્રીઓ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના મહત્વના પ્રોજેકટોમાં ગંગા નદીના શુદ્ધિકરણ માટે ગંગા મિશન પણ સામેલ છે. અંતમાં ઉમા ભારતીએ કહ્યું કે મને આશા છે કે ઉચિત સમય મર્યાદામાં ગંગા મિશન પુરુ થઈ જશે. ગંગા સફાઈ અભિયાન શરૂ થાય તો ભારતની આ પ્રથમ અને પવિત્ર નદી જેની સાથે પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પણ સંકળાયેલી છે તેનું શુદ્ધિકરણ થશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.