Abtak Media Google News

અનુભવી અધિકારીઓના અભાવે નથી થતી ભરતી: ઝડપી કામગીરી માટે હવેથી કામ કમ્પ્યુટરાઈઝડ થઈ જશે.

રાજકોટ આરટીઓમાં છેલ્લા ઘણા સમયથી તેના કાર્ય અને તેના વહિવટોને લઈ ઘણા પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં ઘણા ખરા પરીવર્તન કરવામાં આવ્યા છે. તેમજ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટથી માંડીને કાયદાઓ તેમજ નિયમો કડક બનાવામાં આવ્યા. ત્યારે આગામી સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આર.ટી.ઓની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આર.ટી.ઓમાં સરકાર દ્વારા ૧૦૦ જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે. પરંતુ હાલમાં ૪૫ જેટલી જગ્યા ખાલી પડેલી જોવા મળી રહી છે. આર.ટી.ઓ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે હવે થી આર.ટી.ઓ. કચેરીનું સંપૂર્ણ કામ કોમ્પ્યુટરાઈઝડ થઈ જશે. જેથી લોકોને પડતી અસુવિધાનો સામનો કરવો પડશે નહીં. નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે તેનાથી આરટીઓનું કામ વધુ સરળ બનશે. આરટીઓ અધિકારી પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજકોટ આર.ટી.ઓ દ્વારા કુલ ૧૦૦ જગ્યા મંજુર થયેલી છે. ટેકનીકલ અને નોન ટેકનીકલ બન્ને પ્રકારની જગ્યા ખાલી છે. આરટીઓ પાસે અનુભવી અધિકારી નથી તેના કારણે ભરતી થઈ શકી નથી. રાજય સરકારે તાજેતરમાં જે આર.ટી.ઓ.ની ડાયરેક ભરતી કરી છે એની પરીક્ષા આગામી પાંચમી તારીખે લેવામાં આવશે. ભવિષ્યમાં આ જગ્યાઓ પણ ઉપલબ્ધ થશે એટલે ભરાય જશે. વાહન મોર પસી કયુટરની જગ્યા ખાલી છે. જુદા જુદા ઝોન વાઈસ એક એક કાયદા અધિકારીની નિમણૂક કરી છે એટલે એમના દ્વારા અમને સહયોગ મળી શકતો હોય છે. જનસંપર્ક અધિકારીની બે જગ્યાઓમાંથી એક ભરેલી છે. બીજા સંપર્ક અધિકારી હાજર થયા છે. તેમનો પણ ઉપયોગ કરીએ છીએ. લોકોને વધારે માહિતી મળે અને હેલ્પ ડેસ્ક શ‚ કરી છે. કોઇ નાગરિકો આવે તેમને પુરી માહિતી મળે એટલે કઈ બ્રાંચમાં શું કામ થાય છે અને તેના માટેના ફીના શું રેટ છે એ બધી વસ્તુની માહિતી આપવાની જો હમણા જ શ‚આત કરી છે. સાઈટ મોટરવાહન નિરક્ષકની વાત કરીએ તો ૧૨ માંથી ૬ જગ્યા ભરેલી છે અને ૬ જગ્યા ખાલી છે. બાકીની જે જગ્યા છે તેમાં વડાકાર કુછની જે જગ્યા છે. તેમાં હેડ કલાકો ભરાયેલા છે. ખાસ કરીને જુનીયર કલાર્ક છે. એમાં અમારે ૧૨ જગ્યા ખાલી છે. કલાર્ક પેટનીસની એક જગ્યા ખાલી છે. ડ્રાઈવરની ભરાયેલી છે. પટાવાળાની જગ્યા ખાલી છે. ટોટલ ૪૫ જગ્યા ખાલી છે. ૫૫ ભરાયેલી છે.

રાજય સરકારના અમારે દર મહિને રીપોર્ટ જતો હોય છે. રાજય સરકારને ખ્યાલ પણ હોય છે. જયારે પણ બહુસેવા પસંદગી મંડળ તેના દ્વારા ભરતી થતી હોય ત્યારે લેત જતું હોય છે અને હવે કોમ્પ્યુટર રાઈઝડ બધુ થઈ ગયું છે એટલે વધુ તો હુમન રીસોસનો ઓછો ઉપયોગ થાય અને કમ્પ્યુટરાઈઝ દ્વારા વધુ લોકોને સગવડો મળે એ તરફની કાર્યવાહી છે એટલે કોમ્પ્યુટરાઈઝ થાય એટલે હુમન ઈટરવિસન ઓછુ થાય એના કારણે સ્વવિવેક પ્રમાણે નિર્ણયનો જગ્યાએ જે નિયમ અનુસારના નિર્ણયો લેવાય તો લોકોને પરેશાની ઓછી થાય દરેક વસ્તુઓ કોમ્પ્યુટર રાઈઝડ થઈ રહી છે અને તેના માટેનો પ્લાન બનાવ્યો છે. રાજય સરકારે હવે ફિટનેશ તેના માટે ખોખળદડમાં જમીન લીધી છે. ત્યાં ફિટનેસની કાર્યવાહી ચાલુ થશે. સુરતમાં થઈ ગયું છે. અમદાવાદની અંદર પણ આ રીતે કાર્યવાહી થઈ રહી છે. બીજી પણ બાબતો છે જે કોમ્પ્યુટર રાઈઝડ થઈ ગઈ છે. ડીન આરટીઓ બંધ કરી દીધી છે અને કોઈપણ એસઆરસી વગર લોકો ફરે નહીં એટલે અમે ટ્રાફિક શાખામાં સહયોગ લેવાના છીએ અને કઈ કઈ આવા વાહનો ફરતા હોય તેનું ચેકીંગ પણ અમે ચાલુ કર્યું છે. બે દિવસ પહેલા અમે ઘણા વાહનોને પકડીને તેની સામે મેમો પણ આપ્યો અને તેની કાર્યવાહી કરી અને લગડાવી અને અમે પોઝીટીવ એપ્રોચથી કામ કરાવી છીએ.

ફિટનેસ માટે લીધેલી જમીનમાં ટ્રાન્સપોર્ટ વાહનો ટ્રક હોય કે હેવી વ્હિકલ્સ હોય એની દર વર્ષ ફિટનેસ લેવાય છે.

આ ફિટનેસની કાર્યવાહીનું સેન્ટર બને એના પર પેરામીટર નકકી કરેલ છે. આ પેરામીટસ મુજબનું ધરાવે છે કે કેમ બધુ ચેક કરવામાં આવશે. અમારા ઈન્સ્પેકટર ત્યાં હશે. એક ફિટનેસ સેન્ટર સુરતમાં તૈયાર થઈ ગયું છે. માસમાં ગામમાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.