Abtak Media Google News
  • રૂ. 1.39 કરોડની રોકડ સાથે આરોઠે સહીત 3ની ધરપકડ

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પૂર્વ રણજી પ્લેયર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલા તુષાર આરોઠે સહિત ત્રણ જણાની 1.39 કરોડ જેટલી માતબર રકમ સાથે ધરપકડ કરી લીધી છે. આટલી મોટી રકમ પૂર્વ ક્રિકેટરના પુત્ર રીષી આરોઠેએ મોકલી હોવાની માહિતી છે. જેથી એસઓજીઓ ક્રિકેટ સટ્ટા અને ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

તપાસમાં ખુલ્યું કે માતબર રકમ પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગઢિયા મારફતે મોકલવામાં આવી હતી. અગાઉ રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે એસઓજીએ દરોડા પડ્યા હતા. પુર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન 1.39 કરોડની રોકડ મળી આવી હતી. આટલી મોટી રકમ તપાસમાં ખુલ્યું કે પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગઢિયા મારફતે મોકલવામાં આવી હતી.અગાઉ રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો. હાલ પોલીસે આ મામલે તુષાર આરોઠેની અટકાયત કરી છે. એસઓજીએ આ કેસમાં અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી છે.

તુષાર આરોઠેની અગાઉ 2019માં સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તુષાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા. ત્યારે આ વખતે ફરીએકવાર તુષાર આરોઠે તેમના ઘરેથી મળી આવેલી માતબર રકમને લઇને ચર્ચામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.