Abtak Media Google News
  • એપ્રિલ ફૂલ બનાયા….. તો ઉનકો ગુસ્સા આયા
  • આપણા દેશમાં 19 મી સદીમાં આ દિવસની ઉજવણી શરૂ થઈ, પણ ઇંગ્લેન્ડમાં 1381માં પ્રથમવાર ઉજવણી થઈ હતી : 1582માં ચાર્લ્સ પોપેફ્રાન્સમાં જૂનું કેલેન્ડર બદલીને તેની જગ્યાએ નવું કેલેન્ડર લોન્ચ કર્યુ હતું
  • આજના યુગમાં સોશિયલ મીડિયા પર તેને લગતા મીમ્સ, જોક્સ કે ટીખળ જોરદાર વાયરલ થાય છે, યુવા વર્ગ તેના મિત્રોને મૂર્ખ બનાવવાની તક છોડતા નથી : જાુલિયન કેલેન્ડર પ્રમાણે આ દિવસે નવું વર્ષ ઉજવાતું ને આ કેેલેન્ડરમાં નવા વર્ષનો આરંભ એપ્રિલથી થતો હોવાથી આ દિવસને પ્રથમ દિવસ ગણવામાં આવતો, આજે પણ ભારતનું નાણાકીય વર્ષ 1 લી એપ્રિલથી 31 માર્ચ જ ગણવામાં આવે છે

 

Advertisement

20

આજનો દિવસ હસી મજાક સાથે ટીખળ કરવાનો દિવસ. આજે મિત્રો કુટુંબીજનો સાથે અને ઈમેલ તથા ફોન કોલ્સના માધ્યમથી મૂર્ખ બનાવવા સાથે ગેટ ટુ ગેધર યોજીને મિત્રો સાથે પાર્ટી કરવી. આજના દિવસે યુવા ધન ખૂબ જ મોજ મસ્તી કરતો જોવા મળે છે.

વર્ષો પહેલા બોલીવુડની એપ્રિલ ફૂલ નામની હિન્દી ફિલ્મ આવી હતી. આ ફિલ્મનું એપ્રિલ ફુલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા આજે પણ જાણીતું છે. 1 લી એપ્રિલ આમ તો આપણું નાણાકીય વર્ષ શરૂ થવાનો દિવસ છે. પરંતુ વર્ષોથી ઓલ ફૂલ્સ ડે તરીકે પણ ઉજવાય છે. આ દિવસ કોઇ રજા કે જાણીતો તહેવાર ન હોવા છતાં ભારત સહિત વિશ્વ નાં ઘણા દેશોમાં ઉજવાય છે. આજના દિવસે લોકો એકબીજાની ટીખળ કરીને હાસ્ય સાથેનો આનંદ ઉઠાવે છે.

આજના એપ્રિલ ફુલ ડે ના દિવસે મિત્રો-કુટુંબીજનો, પાડોશીઓ અને કયારેક દુશ્મનનો પણ રમુજી ટીખળ કરે છે. આમ જોઇએ તો આની પાછળ સામી વ્યકિતને મુર્ખ બનાવવાનો કે ક્ષોભ અનુભવવાનો મુખ્ય હેતુ હોય છે. સામાન્ય રીતે આવી મજાક મસ્તીનો દોર બપોર સુધી ચાલે છે. યુ.કે. ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા  જેવા દેશોમાં બપોર પછી ની આવી મજાકને એપ્રિલ ફૂલ કહેવાય છે. પણ બીજા દેશો અને આપણાં ભારતમાં આવી મજાક મસ્તી આખો દિવસ ચાલે છે.

આ દિવસની શરૂઆતની વિવિધ લોકવાયકા છે. ગ્રેગેરિયન કેલેન્ડર અપનાવ્યા પછી તુરંત આવતા આ દિવસને મનાવવાની શરુઆત થઇ હતી. આ દિવસ બીજાઓને મુરખ બનાવવાનો દિવસ છે. યુવા વર્ગ પોતાનો દિમાગ દોડાવીને બીજાને મુર્ખ બનાવવાની નવી નવી તરકિબ શોધી કાઢે છે. આ વિદેશી કલ્ચરનો કોમેડી દિવસ છે. આ દિવસને પુસ્તકો, ફિલ્મો, ટેલીવિઝન વિગેરેમાં વિશેષ સ્થાન મળેલ છે. આમ જોઇએ તો હાસ્ય બેસ્ટ મેડીસીન છે. જેનો આ દિવસે ભરપુર ફાયદો ઉઠાવાય છે. અમુક પરિવારો તો બાળકોને સાથે રાખીને આખો દિવસ બીજાને મુર્ખ બનાવીને મનોરંજન માણે છે.

1582 માં ફ્રાન્સમાં એપ્રિલ ફુલ દિવસની શરૂઆત થઇ જયારે પોપ ચાર્લ્સ-9 એ જાુના કેલેન્ડરની જગ્યાએ નવા રોમન કેલેન્ડર શરુઆત કરી, આને કારણે નવા વર્ષની શરુઆત 1લી જાન્યુઆરીથી થાય છે. જે પહેલા 1લી એપ્રિલથી શરુ થતું હતું. આમ છતાં જુની તારીખને જ કેટલાક નવું વર્ષ કહેતા તેથી તેને એપ્રિલ ફૂલ ડે તરીકે જાહેર કરી દીધો હતો. આ દિવસ વિશ્વ માં એપ્રિલની અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. ઇટાલી, ફ્રાંસ, બેલ્જિયમ અને સ્વિન્ઝરલેન્ડ તથા કેનેડામાં ફ્રેન્ચ વસ્તી ધરાવતા લોકો કોઇને જાણ વગર કાગળની માછલી ચોટાડીને આ દિવસ ઉજવે છે.

એપ્રિલ ફૂલના દિવસે થતી મજાક  મશ્કરીને કારણે લોકો સાચા સમાચાર પર વિશ્ર્વાસ મુકતા નથી. 1લી એપ્રિલે બનેલી ઘણી સાચી ઘટનાઓ કોઇ માનવા તૈયાર જ ન હતા જેમ કે 1946માં હવાઇમાં આવેલી ભયંકર સુનામીની વાત કોઇ માનતુ જ નહતું. આ દિવસનો ઇતિહાસ રસપ્રદ છે. ગ્રેગોરિયન પંચાગનો 91 મો દિવસ (લિપ વર્ષનો 9ર મો) આ દિવસ પછી વર્ષ પુરૂ થવામાં ર74 દિવસ બાકી રહે છે. તેથી વિશ્વ ના ઘણા દેશોમાં આ 1લી એપ્રિલ ડે ઉજવાય છે. ઇંગ્લેન્ડમાં 1752 માં કેલેન્ડરમાં સપ્ટેમ્બર મહિનાની બે તારીખ પછી સીધી 14 તારીખ પ્રિન્ટ કરાય હતી. બન્ને વચ્ચે 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા હતા. આ કોઇ છબરડો ન હતો પણ એક વાસ્તવિકતા હતા.

રોમન જાુલીયન કેલેન્ડર નવા ગ્રેગોરીયન કેલેન્ડર કરતાં 11 દિવસ નાનું હતું. તેથી ર તારીખ પછી સીધી 14 તારીખ પ્રિન્ટ કરી હતી. આ દિવસે બધાએ મહિનામાં 11 દિવસ ઓછું કામ કરેલ છે. છતાં બધાને પૂરો પગાર મળ્યો હતો. આ દિવસોમાં આ વિચિત્ર કેલેન્ડર ની બહુ ચર્ચા ચાલી હતી. આ વખતે ઇંગ્લેન્ડ તત્કાલીન રાજાને લાગ્યું કે પ્રજા જો જુના કેલેન્ડર મુજબ 1લી એપ્રિલના રોજ નવું કેલેન્ડર ઉજવશે, તો નવા કેલેન્ડરનો કોઇ અર્થ રહેશે નહી, તેથી એ જમાનામાં એક ખાસ વટહુકમ બહાર પાડયો કે જે 1લી એપ્રિલે નવું વર્ષ ઉજવશે તેને ફૂલ (મુરખ) નો એવોર્ડ અપાશે. આ પાછળનો હેતુ એવો હતો કે લોકો 1લી એપ્રિલે નવું વર્ષ ઉજવવાનું ભૂલી જાય, આમ ધીમે ધીમે 1લી એપ્રિલ ફૂલ ડે અર્થાત મુરખાનો દિવસ તરીકે ઓળખાવવા લાગ્યો.

89

એવી મજાક કયારેય ન કરવી કે, તમારી વાતથી લોકોને દુ:ખ પહોંચે

આજના  દિવસે બીજાને બનાવતા-બનાવતા  આપણે બની જતા હોય છીએ, પણ એવી મજાક કયારેય ન  કરવી જેનાથીબીજાને દુ:ખ પહોચે આ ઉજવણીની શરૂઆત 1381માં  ઈગ્લેન્ડ રાજાએ કરી હતી જેમાં તેની સગાઈ 32 મી માર્ચે યોજાશે, તેવી જાહેરાત થતાં લોકો ઉજાણી કરવા લાગ્યા, બાદમાં ખબર પડી કે આવી તારીખ જ ન હોય,  એમ બધા મુર્ખ બન્યા ત્યાંથી ફેલડેનો  પ્રારંભ  થયો. 1582 માં ફ્રાન્સમાં જૂનુ કેલેન્ડર બદલાયું છતાં અમુક લોકો જુના  કેલેન્ડરને વળગી રહેતા આ દિવસ શરૂ થયો. ભારતમાં અંગ્રેજોએ આ દિવસ ઉજવવાનું  શરૂ કરેલ, જોકે ધીરેધીરે ક્રેઝ વધવા લાગ્યો ને આજે તો સોશિયલ મીડિયામાં  તેના મીમ્સ, જોકસ વિગેરે વાયરલ  થઈ રહ્યા છે.આખી દુનિયામાં  આ દિવસને મુર્ખ દિવસ પણ કહેવાય છે.

45

ખોટા સમાચારની અફવા ન ફેલાવવી

આજે 1 લી એપ્રિલ એટલે મુર્ખ બનાવવાનો દિવસ સૌને નમ્ર વિનંતી છે કે કોઇએ એપ્રિલ ફૂલના મેસેજમાં મજાક મજાકમાં અફવા ન ફેલાવવી, અફવા ઘણીવાર ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ગંભીર પરિસ્થિતિમાં આપણી મુશ્કેલીમાં વધારો કરે એવા કોઇ સંદેશાઓ ફોરવર્ડ ન કરવા, આ બાબતની તકેદારી રાખીને આપણી સામાજીક ફરજ બજાવીએ તેવો સૌને અનુરોધ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.