Abtak Media Google News

તા. ૨૧ .૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ તેરસ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર વ્યાઘાત  યોગ,  કૌલવ  કરણ આજે રા  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —- ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.