Abtak Media Google News

ગુરુ લાભુભાઇ ત્રિવેદીની રપમી પુણ્યતિથિ નિમિતે શ્રઘ્ધાંજલીની અર્પણ કાર્યક્રમ

રાજકોટ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા પર વર્ષથી અવિરતપણે ભગીરથ પુ‚ષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક ‘ગુરુ’ લાભુભાઇ ત્રિવેદીની રપમી પુણ્યતિથિ નિમીતે તા.૩૦ ડીસેમ્બર સુધી શ્રઘ્ધાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં બાલભવન ખાતે મેરી ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમ અંતર્ગત આજે નાટક સ્પર્ધામાં બાળકોએ અભિનયથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આવતીકાલે કરાઓ કે ટ્રેક ફિલ્મી ગીમ સ્પર્ધા યોજાશે. શુક્રવારે ડાન્સ ક્રીએસ્ટા અને શનિવારે વિશિષ્ટ ટેલેન્સ કાર્યક્રમ યોજાશે. આ ઉ૫રાંત વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ તકે અબતક સાથેની વાતચીતમાં હેલીબેને કહ્યું હતું કે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત અલગ અલગ ર૬ સંસ્થાઓમાં ભાગ લીધો છે. જેમાં ૬૦૦ વિઘાર્થીઓ પોતાનું કૌશલ્ય રજુ કરશે.

મનસુખભાઇ જોશીએ જણાવ્યું હતું કે આજનો પ્રસંગ આનંદ ઉત્સવ બાળકોનો કલરવ ઉત્સાહ પ્રેરક છે. નાના નાના બાળકોને જો મહેનત અને તાલીમ મળે તો કેવું ખુબ સરસ પરફોમન્સ કરે છે.ફ બાળકો બધા તાલીમને કારણે સ્ટેજ ઉપર જે પરફોમેન્ટ કર્યુ છે તે ખરેખર કોઇ સારા નાટકના એકટરે કામ કરતા હોય તેવું પરફોમન્સ રીતે કામ કર્યુ તેમને અભિનંદન આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.