મિનિમમ બેલલેન્સ મેન્ટેન ન કરનારા ખાતેદારોને ચાર્જ રૂપે ‘દંડ’ ફટકારી દેશની સૌથી મોટી સરકારી બેંકે તિજોરી ‘મજબૂત’ કરી
સ્ટેટ બેંકના વાર્ષિક નફા કરતા ખાતાની વસૂલીની રકમ વધી ગઈ છે !!! એક અહેવાલ અનુસાર દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપીયા ૧૭૭૧ કરોડ રૂપિયા મિનિમમ બેલેન્સ મેન્ટેન ચાર્જ તરીકે વસૂલ્યા છે જયારે તેનો નફો રૂપિયા ૧૫૮૧.૫૫ કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આટલી મોટી માત્રામાં બેંક ચાર્જ વસૂલ કર્યો તે વન્ડર છે કેમકે જનધન યોજના તો માત્ર એસબીઆઈને જ ફળી છે. કેમકે આ સિવાય શરૂઆતમાં એવી ગાઈ વગાડીને જાહેરાત કરવામાં આવી છે કે જનધન યોજનામાં સરકારી બેંકમાં ખાતુ ખોલાવો ત્યારે ઝીરો બેલેન્સ મેન્ટેન કરવાની રહેશે અને ત્યારબાદ જે ગરરીબ લોકોએ ખાતા ખોલાવ્યા તેમની પાસબૂકમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા બદલ પૈસા (ચાર્જ) ડેબિટ મારવામાં આવ્યો હતો. આની સામે એસબીઆઈના ખાતા ધારકોમાં કચવાટની લાગણી ફેલાઈ છે. ટૂંકમાં જનધન યોજના ગ્રાહકોને કેટલી ફળી તે પછીની વાત છે. અત્યારેતો એસબીઆઈને ફળી છે.