Abtak Media Google News

ઈસરો અવકાશમાં વધુ એક કીર્તિમાન ઈતિહાસ રચવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરો ટુંક સમયમાં ચંદ્રયાન-2  રવાના કરશે.  ચંદ્રયાન-2 ની મદદથી ભારતને ચંદ્ર પરના અનેક રહસ્યો પરથી પડદો ઉચકાવવામાં સફળતા મળવાની છે.

Advertisement

પહેલીવાર એવુ બની રહ્યું છે કે ભારત ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તાર પાસે ઉતારી રહ્યું છે.  ઈસરોના અધ્યક્ષ એ.એસ કિરણ કુમારે કહ્યું કે. ચંદ્રયાનના લેન્ડિંગ માટે બે જગ્યાને પસંદ કરવામાં આવી હતી. જેમાથી દક્ષિણ ધ્રુવ પર મહોર લગાવવામાં આવી છે. આ પહેલા આ વિસ્તારમાં કોઈ અવકાશ મિશન શરૂ કરવામાં આવ્યું નહોતુ.

ચંદ્રયાન-2ને ઈસરોના કેન્દ્ર લિક્વિડ સિસ્ટમ સેંટર દ્વારા રવાના કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ચંદ્રયાન-2 ત્રણથી 6 મહિના સુધી મિશન પર મોકલવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.