Abtak Media Google News

મોટાભાગના લોકો વિદેશ જવાના સપના સજાવતા હોય છે. અને વિદેશમાં જ રહેવાની ઇચ્છા ધરાવતા હોય છે. તેમાં પણ માતા-પિતા પોતાના દિકરા કે દિકરીને વિદેશી મુતરીયા શોધતા પહેલા હજારવાર વિચારજો !! કારણ કે વિદેશ મંત્રાલયને દર ૮ કલાકે એનઆરઆઇ પરિણિતાના મદદની ગુહારના ફોન આવે છે. વિદેશમાં પરણીને જતી મોટાભાગની ભારતીય દીકરીઓના હાલ બેહાલ છે. એટલે વિદેક મંત્રાલયને આ રીતે ફોન આવે છે.

વિદેશમાં એનઆરઆઇ પરિણીતા પર તેનો પતિ શારીરીક શોષણ કરતો હોવાનો અને પુરતી સારવાર ન રાખતો હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૫ થી ૩૦ નવેમ્બર ૨૦૧૭ સુધીમાં ફરીયાદોના આંકડા ગણીએ તો મીનીસ્ટ્રી ઓફ એકસેટ્રલ  અફેર્સ (એમઇએ) ને ૩૩૨૮ફરીયાદો મળી છે. એટલે કે છેલ્લા ૧૦૬૪ દિવસોમાં ૩૩૨૮ ફરીયાદ આવી છે.

સરેરાશ ગણીએ તો એક દિવસમાં દરરોજ ૩ ફરીયાદ નોંધાય છે. અને દર ૮ કલાકે એક ફરીયાદ નોંધાય છે. વિદેશ મંત્રાલયના આ આંકડા સુચવે છે કે વિદેશી મુરતિયો શોધતા પહેલા હજાર વાર વિચારવું જોઇએ. એનઆરઆઇ પરિણિતામાં મોટાભાગે પંજાબ, આંધ્રપ્રદેશ અને તેલંગાણનો સમાવેશ થાય છે. અને ત્યારબાદ ગુજરાતી યુવતિઓ પણ આ ઘટનાનો શિકાર બની છે. વોશિગ્ટનમાં ઇન્ડિયન એમ્બેસી (રાજદુત) આર.પી.રાવે કહ્યું છે કે, ભારતમાં સૌથી વધુ આંધ્રપ્રદશે અને તેલંગાણાની યુવતિઓ આ ઘટનામાં સપડાઇ છે.

આર.પી.રાવે વધુમાં જણાવતા કહ્યું હતું કે એનઆરઆઇ છોકરા છોકરીના માતા-પિતાને ક્ધવીસ કરી લગ્ન કરી લ્યે  અને લગ્ન બાદ પરત ફરે છે. પરંતુ વિદેશી ગયા બાદ છોકરીને ત્રાસ આપે છે. અને અંતે નોબત ડીવોર્સની આવી જાય છે. જો કે વિઝા વગેરેની સમસ્યા ઉભી થતા પરિણિતા વધુ લાચાર બને છે આ પ્રકારે કિસ્સા વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.