Abtak Media Google News

રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી એડવટાઇઝીંગ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત એવી કેમ્પેઇન એડર્વટાઇઝીંગ દ્વારા એક નવીનતમ પ્રકારે બાળકોમાં રહેલ ટેલેન્ટ તેમજ ખામી ને અલગ તારવીને સોફટ સ્કીલ ટ્રેઇનરના સહયોગથી પેરેન્ટસ સુધી પહોચાડવાનો નવીતમ પ્રયાસ આગામી રવિવારના રપમી ફેબ્રુઆરી ૨૦૧૮ ના રોજ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા આત્મી કોલેજનાં ઓડીટેરીયમ ખાતે યોજવામાં આવેલ છે.

રાજકોટ શહેરના ખ્યાતનામ ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ એવા ૧પ થી વધારે પીડીયાટ્રીશ્યનના સીધા માર્ગદર્શનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકનું વૈજ્ઞાનિક પઘ્ધતીથી મુલ્યાંકન કરવામાં આવશે. સાથે સાથે ફેશન જગતની દિગ્ગજહસ્તી દ્વારા બાળ સ્પર્ધકોના પહેરવેશ તેમની સ્ટાઇલ અને તેમનામાં રહેલ અન્ય ખુબીઓના આધારે મુલ્યાંકન કરી વિજેતા જાહેર કરવામાં આવશે.

આ તકે અમેરિકા સ્થિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર (સીડીસી) ના તજજ્ઞો દ્વારા તૈયારી કરવામાં આવેલ મુલ્યાંકન પઘ્ધતીથી બાળકોમાં રહેલી કોઇપણ ખામી તરફ પણ માતા-પિતાનું ઘ્યાન દોરવામાં આવશે. જેથી કરીને જે તે ક્ષેત્રના નિષ્ણાંત તબીબનાં માર્ગદર્શનમાં એ ખામીને દુર કરવાના પગલા લઇ શકાય.

આઇવેન્ટ ૬ માસથી ૩ વર્ષ સુધીના, ૩ વર્ષથી વધુ ને પ વર્ષ સુધીના તેમજ પ વર્ષથી વધુ અને ૭ વર્ષ સુધીના એમ કુલ ત્રણ વિભાગમાં વહેચવામાં આવેલ છે. પ્રત્યેક વિભાગના તમામ સ્પર્ધકોનું વિવિધ નિષ્ણાતો દ્વારા અલગ અલગ પઘ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ વિવિધ વિભાગના વિજેતાઓ આગામી રવિવાર ૪ માર્ચ ૨૦૧૮ના રોજ રાજકોટના ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલ ખાતે ભવ્ય સન્માન સમારંભમાં જાહેર કરવામાં આવશે.

વિજેતાઓને અનેક ઇનામો, સર્ટીફીકેટ તેમજ શિલ્ડ આપી સન્માનવામાં આવનાર છે. તેમજ દરેક સ્પર્ધાના મુખ્ય વિજેતાને વિવિધ કોર્પોરેટ કંપનીના આઉટડોર પ્રમોશનમાં મોડેલીંગનો ચાન્સ આપવામાં આવશે.

હાલ આ સ્પર્ધાના ફોર્મ (૧) પૂજા હોબી સેન્ટર એલ ૧૫ ૬ ગુજરાત હાઉસીગ બોર્ડ, અમીન માર્ગ અને અક્ષર માર્ગ ક્રોસ રોડ પાસે, કાલાવડ રોડ રાજકોટ (ર) આરવ હોસ્પિટલ સરદાર નગર મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, રાજકોટ (૩) સ્નેપ કીડસ સ્ટોર ડો. યાજ્ઞીક રોડ, રામકૃષ્ણ આશ્રમ સામે, જાગનાથ પ્લોટ, રાજકોટ (૪) અનિલ ટાઇમ્સ જીવન બેંકની સામે ઢેબર રોડ (પ) કે કે ટોયસ ૧૦ દિવાનપરા, હનુમાન મંદીર પાસે (૬) ૫૬૭૮ ડાન્સ એકડમી ૧લો માળ હલીડે કોર્પરેટ સ્કવેર, ગંગા હોલ સામે,: અમીન માર્ગ, (૭) ડોલ્ડ એન્ડ ડયુડ ઇન્ટરનેશનલ પ્રી. સ્કુલ સોમેશ્ર્વર ચોક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ  રાજકોટ ખાતે.થી મળશે. વધુ વિગત માટે આ ઇવેન્ટના કો. ઓર્ડિનેટ ફાલ્ગુની ધર્મેશ શાહ તેમજ પરીતા શમીક ત્રિવેદીનો ૯૫૧૨૭ ૬૧૨૫૩ પર સંપક કરવા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.