Abtak Media Google News

તાજેતરમાં બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને ટેકનોલોજીના ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટના ફાઈનલ અને વર્ષના વિદ્યાર્થીઓની ઈન્ડસ્ટ્રીયલ વિઝીટના ભાગ‚પે વેસ્ટર્ન રેલવેના વડોદરા સ્થિત ઈલેકટ્રીક લોકો શેડ ટ્રેનીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી.

કેતન જોષીની આગેવાનીમાં યોજાયેલા આ વિઝીટમાં પ્રથમ વિદ્યાર્થીઓને લોકો શેડની પ્રાથમિક સમજ અને તેના કાર્યક્ષેત્ર વિગેરે બાબતો જણાવવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવતા અને લોકો શેડમાં વપરાતા ડીસી મોટર, એસી મોટર, સર્કીટ બ્રેકર, ફિડિંગ સિસ્ટમ અને ટ્રાન્સફોર્મર જેવા ઈલેકટ્રીકલ સાધનોને પ્રેકટીકલી ઉપયોગમાં નિહાળ્યા હતા અને તેની સમજ અપાઈ હતી. આ વિઝીટથી વિદ્યાર્થીઓના પ્રેકટીકલ જ્ઞાનમાં નોંધપાત્ર વધારો જણાયો હતો.

આ ઈન્ડસ્ટ્રીયલ વિઝીટના આયોજન બદલ આયોજક કમિટીને સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા, વાઈસ ચેરમેન કિરણ શાહ, મેનેજીંગ ડાયરેકટર જય મહેતા, એન્જીનિયરીંગ વિભાગના પ્રિન્સીપાલ વિરાંગ ઓઝા અને ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. ગૌરવ જોષી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.