Abtak Media Google News

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ઘરખમ સુધારાઓ કરવા રાજય સરકારની પહેલ

વિદ્યાર્થીઓ વચ્ચેના ધાર્મિક દ્વેષ દુર થાય અને અન્ય ધર્મોથી પણ પરિચિત થાય તેમજ સંસ્કારોનું સિંચન થાય તે માટે ‘ધાર્મિક’ પુસ્તકોનો સમાવેશ કરવો જોઈએ:મેનકા ગાંધી

તમામ બોર્ડ હેઠળ આવતી બધી શાળાઓનો પાઠયક્રમ બદલવા ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ધરમુળથી ફેરફારો થશે. શાળાઓના પાઠયક્રમ અડધા કરી દેવા માટે પણ વિચાર કરાઈ રહ્યો છે. જેથી કરીને વિદ્યાર્થીઓ પરનું ભારણ ઘટે અને અન્ય પ્રવૃતિ તરફ ધ્યાન દોરી સંપૂર્ણ વિકાસ થઈ શકે.

તાજેતરમાં સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજયુકેશન (સીએબીઈ)ની ૬૫મી બેઠકમાં બાળ અને વિકાસ મંત્રાલયે આ મુદ્દે સલાહ સુચનો આપવા તમામને જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ સરકારને સુચન આપતા કહ્યું છે કે, શાળાના અભ્યાસક્રમમાં સંસ્કાર આપતા ધાર્મિક પુસ્તકોનો સમાવેશ થવો જોઈએ.

હાલના સમયમાં જાતીવાદ, જ્ઞાતિવાદ વધુ પ્રબળ બન્યા છે. વિદ્યાર્થીઓ પોતાની ધર્મ સહિત અન્ય ધર્મો વિશે પણ જ્ઞાન કેળવે એ માટે ધાર્મિક પુસ્તકોનો સમાવેશ કરવો જોઈએ અને આ માટે ટયુશન કલાસીસ શરૂ કરવા પણ મેનકા ગાંધીએ રાજય સરકારને સુચન કર્યું છે. ઓરિસ્સાના શિક્ષણમંત્રી બદ્રી નારાયણે પાત્રાએ પણ સહમતી દાખવી બેઠકમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ વચ્ચેના દ્વેષ ખત્મ થાય અને એક જુથની ભાવના કેળવાય તેમજ ધર્મ મતંમતાંતરો દુર થાય તે માટે ધાર્મિક પુસ્તકોનો સમાવેશ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શાળાઓના અભ્યાસક્રમમાં હાલ સમાજ, વિજ્ઞાન, ગણિત વગેરે જેવા વિષયો અને પુસ્તકોનું જ જ્ઞાન અપાય છે પરંતુ ધાર્મિક પુસ્તકો નથી. તેથી હવે મેનકા ગાંધીએ ધાર્મિક પુસ્તકોનો સમાવેશ કરવા જણાવ્યું છે કે જેથી વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.