Abtak Media Google News

દર્દીઓ હેરાન પરેશાન ઉચ્ચકક્ષાએ રજૂઆત છતા પરિણામ શૂન્ય: અધિકારીઓ બિન્દાસ

વડિયા મા સિવિલ હોસ્પિટલે દરરોજ ની ૩૫૦ થી વધારે ઓપીડી નોંધાતા સાંધાના દુખાવા તેમજ તાવ,શરદી ,ઉધરસ થી પબ્લિક પરેશાન થઈ ગઇ છે ડબલ ઋતુ હોવાના કારણે સવારે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનું વાતાવરણ રહેતા લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે વડીયાની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ દવા લેવા જાય છે પરંતુ ડોકટર અને સ્ટાફ હોસ્પિટલ સમય દરમ્યાન પોતાની ચેમ્બરમાં હાજર ન હોઈ અને સ્ટાફ રૂમમાં તમામ સ્ટાફ બેસી ગપ્પા મારતા હોઈ તેવું દર્દીઓ અને તેમના સગા વહાલાઓ ના લોકમુખે ચર્ચા થઈ રહી છે દર્દી પોતાનો કિંમતી સમય પોતાના આરોગ્ય માટે કાઢી સ્વચ્છ થવા માટે કલાકો કલાકો સુધી હોસ્પિટલના બિછાને બેસી કણસ્તા રહે છે આમ જુઓ તો વડીયાની સિવિલ હોસ્પિટલ ખાતે તમામ રોગોના જેવાકે જનરલ ડોકટર દાતના ડોકટર,સાંધા અને કસરતના ડોકટર તેમજ લેબોરેટરી અને એક્સરે વિભાગ આ તમામ સુવિધા વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત તો છે પરંતુ મસમોટા અલીગઢના તાળા લટકતા જોવા મલીરહયા છે ડો.અને સિવિલ સ્ટાફ પોતાની ઘરની ધોરાજી ચલાવી રહયા હોઈ તેઓ ઘાટ સર્જાઈ રહ્યો છે તેમજ હોસ્પિટલમાં ખુદ હોિસ્પટલ જ ગંદકીના ગંજ થી ભરેલી જોવા મળી રહી છે.

ચાલીસ થી સિત્તેર હજાર સુધીનો સરકારનો પગાર ખાઈ ડોકટરો હોસ્પિટલ મા આરામ ફરમાવે છે ત્યારે કોઈ ગરીબ પરિસ્થિ વાળો દર્દીને બજાર ની પ્રાઇવેટ મેડિકલ માંથી મસમોટા બીલવાળી દવા લખી આપે છે ત્યારે સામાન્ય માણસોને સરકારી હોસ્પિટલમાં જવું કે પ્રાઇવેટમાં જવું તે સમજાતું નથી સામાન્ય માણસોને પ્રાઇવેટ મેડીકલની દવા લખી આપતા હોય અને ડોકટરો હાજર ન રહેતા હોય તે અંગે વડિયા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખે ગાંધીનગર,અમરેલી સહિતની કચેરીઓમાં હેલ્થ કમિશનર અને હેલ્થ મિનિસ્ટર ને લેખિતમાં ફરિયાદ કરેલ છે જોકે નવાઈ ની વાત એ છે કે આરોગ્ય સમિતિના ચેરમેન ખુદ વડિયા માજ બિરાજમાન છે છતાં ડોકટરો પોતાની મનમાની ચલાવે છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે આવે છે ને જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલ્યા જાય છે તો કેમ આરોગ્ય સમિતિના ચેરમેન આંખ આડા કાન કરીહયા છે કે પછી તેમની મિલીભગત થી ચાલી રહ્યું છે તેઓ વેધક પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે તેમજ આ અંગે તંત્રની ઉંઘ હજુ ઊડતી નથી શુ તંત્ર કુંભકર્ણ ની ગાઢ નિદ્રામાંથી જાગશે ખરા ? તેઓ વેધક પ્રશ્ન લોકોમાં જાગી ઉઠ્યો છે

Gujrat News | Vadiya
gujrat news | vadiya

ઉલ્લેખનીય છેકે વડીયાના ચેમ્બર ઓફ કોમર્સ ની ફેઈયાદ ધ્યાને લઇ વડિયા ના મીડિયા રિપોર્ટરોએ સતત ૮ થી દસ દિવસ તપાસ કરતા ફરિયાદ સાચી જણાઈ આવેલ જ્યારે આ અંગે ડોક્ટરને પૂછતાંછ કરતા ડોકટર સાહેબ ગાજયા ને જણાવેલ કે અમે અમારી રીતે ઉપલા લેવલે નિવેદન આપેલ છે મીડિયા નું કસું કામ નથી નીકળો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.