Abtak Media Google News

લોન ભરવામાં નિષ્ફળ રહેલી કંપનીઓ પાસેની કરોડો મીટર જમીનો મેળવી તેના પર અફોર્ડેબલ હાઈસીંગ યોજના શરૂ કરી શકાય

સરકાર લોકોના ઘરના ઘરનું સ્વપ્ન પૂરું કરવા માટે અતિ મહત્વાકાંક્ષી યોજના હાઉસીંગ ફોર ઓલ યોજના પ્રોજેકટ ચલાવી રહી છે. આ પ્રોજેકટ માટે સરકારે ખાનગી કંપનીઓનો સા તો લીધો જ છે બીજી તરફ એવી કંપનીઓ પણ સરકાર માટે આફતને અવસરમાં પલટાવવાની તક બની શકે છે જે હાલ દેણામાં ડૂબી ગઈ છે અને બેંકરપ્ટ વાની તૈયારીમાં છે.

જે કંપનીઓ ખાડે ગઈ છે તે કંપનીઓની જમીન ઉપર હાઉસીંગ પ્રોજેકટ ઉભા કરવામાં આવે તો તમામ પક્ષો વીન-વીન પોઝીશનમાં આવી શકે છે. સરકાર જમીનના નાણા ચૂકવશે એટલે કંપનીઓ બેંકોને લોન ભરપાઈ કરી શકશે અને લોકોને પણ સસ્તાદરે મકાન મળી જશે. જમીનો શોધવામાં સરકારને પણ તકલીફ પડશે નહીં.

House Mainઅહીં ઉલ્લેખનીય છે કે, મોટર સાઈકલ કંપની એલએમએલ, પીકચર ટયુબ બનાવનાર કંપની સેમ્પટલ કલર સહિતની કંપનીઓ પાસે કાનપુર અને ગાજીયાબાદમાં ૧૪૦ એકરી વધુ જમીનો છે. બીજી તરફ આમ્રપાલી જેવા ડેવલોપર્સ પાસે પણ દિલ્હીમાં ૨૫ એકર જમીન છે. આવી કંપનીઓ પાસેી જમીન મેળવી સરકાર તે સ્થળે એફોર્ડેબલ હાઈસીંગ પ્રોજેકટ ઉભા કરી શકે છે. જયાં ઈન્ડસ્ટ્રીયલ એરીયાના કામદારોને રહેઠાણ મળી શકે છે.

હાલ સરકાર હાઉસીંગ ફોર ઓલ પ્રોજેકટમાં આગળ વધવા માટે એડીચોટીનું ચોર લગાવી રહી છે. તમામને ઘરનું ઘર આપવા મોદી મસમોટો હાઉસીંગ ફોર ઓલ પ્રોજેકટ ચલાવી રહ્યાં છે જે પ્રોજેકટ અંતર્ગત ૨૦૨૨ સુધીમાં તમામને મકાન ફાળવવામાં આવનાર છે. સરકાર એકલી આ પ્રોજેકટમાં ઝડપી કામ કરી શકે તેમ નથી. માટે ખાનગી ડેવલોપર્સની સહાય પણ લેવામાં આવી રહી છે.

બીજી તરફ મસમોટુ દેવુ કરી ખાડે જનાર કંપનીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. બેંકો પણ લોન વસુલવામાં પાછી પડે છે. ત્યારે પૈસા ચૂકવવામાં હા ઉંચા કરી દેનાર કંપનીઓની જમીનો મેળવી તેના પર હાઉસીંગ ફોર ઓલ પ્રોજેકટ સપવાની સરકાર પાસે સોનેરી તક છે જે જતી કરવા જેવી બાબત ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.