Abtak Media Google News

ભારતની પ્રીમીયમ મોબાઇલ અને ડિજીટલ સર્વીસ પ્રોવાઇડર્ઝ રીલાયન્સ જિયોને આ વૈશ્ર્વિક યાદીમાં ૧૭મું સ્થાન મળ્યું છે

ફાસ્ટ કંપનીએ વર્ષ ૨૦૧૮ માટે વિશ્ર્વની પ૦ મોસ્ટ ઇનોવેટિવ કંપની (એમઆઇસી) ના વાર્ષિક રેન્કિંગની મંગળવારે જાહેરાત કરીને અગ્રણી ઉઘોગ સાહસોને તથા વ્યવસાય અને નવીનતામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા નવા ઉઘોગોને સન્માનીત કર્યા હતા. ભારતની પ્રીમીયમ મોબાઇલ અને ડીજીટલ  સર્વિસ પ્રોવાઇડર્સ રિલાયન્સ જિયોએ આ વેશ્ર્વિક યાદીમાં ૧૭મું સ્થાન મેળવ્યુ છે. અને ભારતમાં મોસ્ટ ઇનોવેટિવ  કંપનીઓમાં ટોચનું સ્થાન હાંસલ કર્યુ હતું. આ યાદીમાં જિયો વિશ્ર્વની અગ્રણી કંપનીઓ જેવી કે એપલ, નેટફિલકસ, ટેન્સેન્ટ, એમેઝોન, સ્પોટિફાઇ સાથે સામેલ થઇ છે. ફાસ્ટ કંપની વિશ્ર્વની અગ્રણી પ્રોગ્રેસીવ બીઝનેસ મીડીયા બ્રાંડ છે અને તે ટેકનોલોજીમાં ઇનોવેશન એથિકલ ઇકોનોમિકસ, લીડર શીપ અને ડીઝાઇન પર ઘ્યાન કેન્દ્રીત કરે છે.

Advertisement

હજારો કંપનીઓના સરવે પછી બનાવી યાદી

ફાસ્ટ કંપનીની ટોચની ૧૦ યાદીમાંથી પ૦ મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝની યાદી બનાવવામાં આવી છે, જે આર્ટિફીશ્યલ ઇન્ટેલજિન્સથી વેલનેસ સુધીની ૩૬ કેટેગરીઓમાં પથપ્રદર્શન કં૫નીઓને સન્માનીત કરે છે. ફાસ્ટ કંપનીના ત્રણ ડઝનથી વધારે એડિર્સ, રિપોર્ટસ અને કોન્ટ્રિબ્યુટર્સે કેટલીક હજાર કંપનીઓનો સર્વે કર્યો હતો. જેમાંથી ઘણી કંપનીઓએ નવી એમઆઇસી સબમિશન પ્રક્રિયાને ઓળખી હતી. જેથી આ યાદી બનાવી શકાય.

મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝ એ ફાસ્ટ કંપનીની ફ્રેન્ચાઇઝી છે અને વર્ષમાં આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય એવી યાદીમાં સામેલ છે. તે અર્થતંત્રના અતિ ગતિશીલ ક્ષેત્રોમાં ભવિષ્યની નવીનતા માટે સ્નેપશોટ અને યોજના બંને પ્રદાન કરે છે. ફાસ્ટ કંપનીના ડેપ્યુટી એડિટર લિડસ્કીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષની એમઆઇસી યાદી પ્રેરક અને ઉપયોગી છે જે ઘણી કંપનીઓએ નવીનતા કેવી રીતે અપનાવી અને અર્થપૂર્ણ પરિવર્તન કેવી રીતે કર્યુ તેના વિશે જાણકારી આપે છે. તેમણે આ ઇસ્યુ સીનીયર એડીટર એમી ફાલી સાથે બનાવ્યો છે. ફાસ્ટ કંપનીનો મોસ્ટ ઇનોવેટિવ કંપનીઝ ઇસ્યુ (માર્ચ-એપ્રિલ-૨૦૧૮) હવેwww.fastcompany.com/MICપર ઓનલાઇન ઉપલબ્ધ છે તેમજ આઇટયુન્સ સ્વરુપે એપ પર અને ર૭ ફેબ્રુઆરીના રોજ ન્યુઝ સ્ટેન્ડ પર ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જિયો ટેકનોલોજી અને નવીનતા લાવીને ભારતીય ડીજીટલ સર્વીસીસ સેગમેન્ટની કાયાપલટ કરવામાં મોખરે છે. અને ડીજીટલ અર્થતંત્રમાં ભારતને વિશ્ર્વનું નેતૃત્વ લેવા પ્રોત્સાહીક કરે છે. નેટવર્ક, ડિવાઇઝ, એપ્લિકેશન અને ક્ધટેન્ટ ધરાવતી તેના ઇકો-સિસ્ટમ સાથે જિયોએ ભારતીય ટેલીકોમ સેગમેન્ટમાં ક્રાંતિ કરી છે. જેના પગલે દુનિયામાં ઉચ્ચ ગુણવતા યુકત અને અતિ વાજબી ડેટા બજાર ઉભું થયું છે.

જિયોએ ભારતીય ટેલિકોમ સેકટરની કાયાપલટ કરી: આકાશ

આ સફળતા પર રિલાયન્સ જિયોના ડાયરેકટર આકાર અંબાણીએ કહ્યું હતું કે જિયો શરુ થયા પછી અત્યાર સુધી અમારું મિશન સરળ છતાં સ્પષ્ટ હતું. ભારતમાં બ્રોડબેન્ડ ટેકનોલોજીને વાજબી અને દરેક વ્યકિત માટે સુલભ બનાવવી. અમે ભારતીય ટેલીકોમ સેકટરની સંપૂર્ણ કાયાપલટ કરી છે. જેણે અમારાં ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદનો સેવાઓ અને મૂલ્યો લાવવાની અમારી કટિબઘ્ધતાને વેગ આપે છે તથા સતત નવીનતાએ ખાતરી પૂર્ણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.