Abtak Media Google News

અબતક, રાજકોટ

રેમન્ડ લિમિટેડની ટ્રલ્સ અને હાર્ડવેર તથા ઓટોકમ્પોનન્ટસ ક્ષેત્રની પેટા કંપની જે કે ફાઇલ્સ એન્ડ એન્જીનીયરીંગ લિ. (જે કે. ફાઇલ્સ અથવા કંપની) એ સેબી સમક્ષ રૂ. 800 કરોડ સુધીના સુચિત ઇનિશિયલ પબ્લિક ઓફરીંગ (આઇપીઓ) માટે સેબી સમક્ષ પોતાનુઁ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ દાખલ કર્યુ છે.

જે કે ફાઇલ્સનો સુચિત આઇપીઓ બોજ ઘટાડીને પેરેન્ટ કંપની રેમન્ડ લિમીટેડને ડીલીવરેજ (એસેટસના ઝડપી વેચાણ) કરવામાં મદદરુપ થશે. સપ્ટેમબર મહિનામાં એકસ્ચેન્જિઝને જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે શેર હોલ્ડર્સ માટે મૂલ્ય સર્જનના એકંદર ઉદેશ્ય સાથે સંયુકત અસરકારકતા વધારવા તથા રેમન્ડ લિમીટેડના ડિલીવરેજીંગ માટે મનીટાઇઝેશન (એસેટ કે કારોબારમાંથી આવક મેળવવાની કામગીરી અથવા પ્રક્રિયા) ના વિકલ્પો ચકાસવા માટે આ ક્ધસોલિડેશન કરવામાં આવ્યું હોવાનું કંપનીએ જણાવ્યું હતું કે જે કે ફાઇલ્સ રેમન્ડ લિમિટેડની એક મટીરીયલ પેટા કંપની તરીકે યથાવત રહેશે.

જે કે ફાઇલ્સ એન્ડ એન્જીનીયરીંગય લી. સ્ટીલ ફાઇલ્સ અને ડિલ્સ જેવા સાધનો અને હાર્ડવેર માટેના પ્રિસીઝન એન્જીનીયરીંગ કમ્પોનન્ટસના ઉત્પાદન, વેચાણ અને વિતરણના કારોબારમાં તેમજ હેન્ડ ટુલ્સ, પાવર ટુલ એસેસરીઝ તથાન પાવર ટુલ મશીન્સના માકેટીંગ, વેચાણ અને વિતરણના કારોબારમાં સક્રિય છે. ઉપરાંત પોતાની પેટા કંપની આરપીએએલ મારફત રીંગ ગિયર્સ, ફલેકસપ્લેટસ અને વોટર પંપ બેરીગ્સ જેવા ઓટો કમ્પોનન્ટસ અને એન્જીનીયરીંગ પ્રોડકટસના ઉત્પાદન વેચાણ અને વિતરણના ક્ષેત્રે પણ સક્રિયા છે.

જે કે ફાઇલ્સ ભારત, યુરોપ, લેટીન, અમેરિકા, આફ્રિકા, ઉતર અમેરિકા અને એશીયા પેસીફીક સહીતના વિવિધ બજારોમાંથી નોંધપાત્ર પ્રમાણમાં આવકનું સર્જન કરે છે. નાણાકી વર્ષ 2021માં તથા 30 જુન 2021 ના રોજ પૂર્ણ થયેલા ત્રણ મહિનાના ગાળામાં કંપનીની પ્રોડકટસના કુલ વેચાણમાં નિકાસ દ્વારા પ્રોડકટસ વેચાણમાંથી થયેલી આવકનો હિસ્સો અનુક્રમે 52.99 ટકા અને 65.58 ટકા રહ્યો હતો.

કિસીલના અહેવાલ અનુરીા કંપની વર્ષ2020 ના અંત સુધીની સ્થિતિ પ્રમાણે સ્ટીલ ફાઇલ્સની સૌથી વિશાળ સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જેનો વૈશ્ર્વિક ક્ષમતામાં 25-27 ટકાનો હિસ્સો છે. અને તે વર્ષ 2020 માં વેચાણ વોલ્યુમના 10-12 ટકા ના બજાર કિસ્સા સાથે કંપની વૈશ્ર્વિક સ્તરે સ્ટીલ ફાઇલ્સની બીજી સૌથી મોટી પુરવઠાકાર હતી. નાણાકીય વર્ષ 2021માં કંપની વેચાણ વોલ્યુમની દ્રષ્ટિએ ભારતમાં 64-66 ટકાના બજાર હિસ્સા સાથે ભારતમાં ફાઇલ્સ સેગમેન્ટમાં બજારમાં મોખરાની સ્થિતિ પણ ધરાવે છે. કંપની એશિયન, આફ્રિકન અને લેટિન અમેરિકન પ્રદેશોમાં પણ મજબુત ઉ5સ્થિતિ ધરાવે છે. તથા તે વર્ષ 2020માં આફ્રિકન બજારમાં સ્ટીલ ફાઇલ્સના વોલ્યુમની દ્રષ્ટિએ 50 થી 55 ટકાના બજલનાર હિસ્સા સાથે સૌથી મોટી બ્રાન્ડ બની હતી. વધુમાં કંપની નાણાકીય વર્ષ 2021 માઁ ભારતમાં ડ્રિલ્સ સેગમેન્ટમાં પણ 8 થી 10 ટકાના બજાર હિસ્સા સાથે સૌથી મોખરાની કંપનીઓ પૈકીની એક રહી હતી.

કંપનીની મુખ્ય સ્પર્ધાત્મક ક્ષમતાઓમાં જટિલ તથા ઉચ્ચ ગુણવતાના પ્રિસિઝન એન્જીનીયર્ડ તથા ઓટોમોટિવ કમ્પોનન્ટસમાં મોખરાનું સ્થાન, એન્ડ સેગમેન્ટસ તથા ઉઘોગોમાં વ્યાપક રેન્જની એપ્લિકેશન્સ ધરાવતો સર્વગ્રાહી પ્રોડકટ પોર્ટફોલીયો, વિવિધ પ્રદેશો, ગ્રાહકો અને એન્ડ સેગમેન્ટમાં વૈવિઘ્યિકરણ સાથે કારોબારનું જોખમયુકત મોડલ, વિતરકના વ્યાપક નેટવર્કના આધાર સહીત વિતરકો, મુખ્ય સ્થાનીક અને વૈશ્ર્વિક ઓઇએમ સાથે લાંબા ગાળાના અને સુપ્રસ્થાપિત સંબંધો, વ્યુહાત્મક સ્થાને આવેલી ઉત્પાદન સુવિધાઓ સાથે મજબુત એન્જીનીયરીંગ ક્ષમતા જેના પરિણામે સતત ઉત્પાદન વિકાસ અને ખર્ચમાં અસકારકતા પ્રાપ્ત થાય છે. સાતત્યપૂર્ણ આર્થિક કામગીરી રેમન્ડ ગ્રુપની મજબૂત સારસંભાળ અને અનુભવી સિનીયર મેનેજમેન્ટ ટીમ

કંપની મુળભૂતપણે ભારતમાં પોતાની અમ્બ્રેલા બ્રાન્ડ જે કે સુપરડ્રાઇવ હેઠળ માર્કેટ ટુલ્સ અને હાર્ડવેર પ્રોડકટસનું વેચાણ કરે છે. અને આંતરરાષ્ટ્રીય બજારમાં જેકે સન ફલાવર, જેકે આઇ, જે.કે. થ્રી ફાઇલ્સ, જેકે ટુ ફાઇલ્સ, પ્રીમીયમ સિઝર્સ, જેકે શેર, જેકે થંડરબોલ્ટ, જેકે ઉનો, જેકે ટુ ટસ્ક, અને એમજે કે સહિતની વિવિધ પેટા બ્રાન્ડસ મારફત માર્કેટ ટુલ્સ અને હાર્ડવેર પ્રલડકટસનું વેચાણ કરે છે.

આ ઓફરમાં પાત્રતા ધરાવતા કર્મચારીઓ (એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન) દ્વારા સબ સ્કિપ્શન માટે આરક્ષણનો સમાવેશ થાય છે. એમ્પ્લોઇ રિઝર્વેશનનો હિસ્સો ઓફર પછીની ભરપાઇ થયેલી ઇકિવટી શેર મૂડીના પાંચ ટકાથી વધશે નહીં.

એસબીઆઇ કેપીટલ માકેર્ટસ લિમીટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (ભૂતપૂર્વ આઇડીએફસી સિકયોરીટીઝ લી) અને એચડીએફસી બેંક લીમીટેડ આ ઇસ્યુના બીઆરએલએમ છે.ઇકિવટી શેર બીએસઇ અને એનએસઇ ખાતે લીસ્ટ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.