Abtak Media Google News

મુસ્લિમ મહિલા ખાતેદારની જાણ વિના હકક પત્ર ઉઠાવી લેવાના ખોટા  સોગંદનામામાં આઠ-આઠ માસથી કોઇ કાર્યવાહી ન કરતાં જીલ્લા પોલીસ વડા ચોંકી ઉઠયા

માંગરોળની મુસ્લિમ મહિલા ખાતેદાર ખેડુતની માંગરોળ તથા માનખેત્રા ગામે આવેલ ખેતીની જમીનમાંથી તેમની જાણ વિના હકક ઉઠાવી લેવાનું ખોટું સોગંદનામુ કરી બંને જમીનોના ખેડખાતામાંથી તેનું નામ કમી કરાવી નખાતા આ બાબતે કરેલ લેતીખ ફરીયાદોના આઠ માસ વીતવા છતાં આ સંબંધે કોઇ કાર્યવાહી ન થતાં જીલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરાતા ચોકી ઉઠેલા જીલ્લા પોલીસ વડાએ બંને મેટરોમાં સ્પષ્ટપણે ગુન્હો બનહો હોવાનું તારણ કાઢી તાત્કાલીક એફ.આઇ.આર. દાખલ કરી તપાસ કરવા માંગરોળ પોલીસને હુકમ કરતા ભોગ બનનાર મીહલા અરજદારને આઠ માસ બાદ ન્યાય મળ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ માંગરોળના આયશાબેન હારુનભાઇ જેઠવાના ગુજ. પિતા આહમદભાઇ કાસમભાઇ અલાદના અવસાન બાદ તેમની મોજે માંગરોળની રે.સ. નં. ૩૫૩ વાળી પોણા પાંચ વિઘા ખેતીની જમીન તથા મોજે માનખેત્રા ગામની રે.સ. નં. ૧૬૪/ પૈકી ૩ ની તથા ૧૬૪/પૈકી ર વાળી પચાસ વિઘા જમીનોમાં વારસાઇ નોંધોથી આ જમીનોના તેઓ સહ માલીક બનેલ હતા.

બંને જમીનોમાંથી તેમની જાણ બહાર તેમના નામે ખોટા હકક ઉઠાવી લીધા સબંધેના ડેકલેરેશનના ખોટા સોગંદનામાઓ કરી તેમની ખોટી અંગુઠાની સહીઓ કરી. અગુંઠો ઓળખાવી, ઓળખ આપી, બોગસ ડોકયુમેન્ટસ ઉભા કરી તેના આધારે મોજે માંગરોળ હકકપત્રક નોંધ નં. ૧૫૮૮૪ તથા મોજે માનખેત્રા હકકપત્રક નં. ૨૩૮૩ થી હક કમીની નોંધ દાખલ કરાવી બંને જમીનોમાં હકક કમીની નોંધના આધારે થતાં ફેરફાર બાબતેની ફરીયાદી મહીલાને મળવાપાત્ર લે.રે.કોડની કલમ ૧૩૫ ડી ની નોટીસો ફરીયાદી મહીલાના નામે ખોટી અંગુઠાની સહીઓ કરી અંગુઠો ઓળખાવી બંને નોંધો પ્રમાણિત કરાવી બને જમીનોમાંથી ફરીયાદી મહીલાનું નામ તેમની જાણ બહાર કમી કરાવી નખાતા આ બાબતેની ફરીયાદી મહીલાને જાણ થતાં તેમણે ગત તા. ૨૦/૦૭/૨૦૧૭ ના રોજ બંને જમીનોમાંથી તેમની જાણ બહાર ગેરકાયદેસર રીતે નામ કમી કરી નખાયા સંબંધે જુનાગઢ જીલ્લા આર્થિક નિવારણ ગુન્હા સેલમાં આધારો સાથે લેખીત ફરીયાદો કરતા જીલ્લા અધિક્ષક કચેરી દ્વારા આ બંને ફરીયાદો સંબંધે કાર્યવાહી કરવા માંગરોળ પોલીસને મકને મોકલવામાં આવેલ હતી.

આ ફરીયાદો સંબંધે નિવેદનો લીધા બાદ લાંબા સમય સુધી કોઇ આગળની કાર્યવાહી ન થતાં મહીલા અરજદારે જુનાગઢ જીલ્લા પોલીસ વડા નીલેશ જાજડીયા સમક્ષ રજુઆત કરતા જીલ્લા પોલીસ અધિક્ષક નીલેશ જાજડીયાએ પોલીસ પાસેથી બંને ફરીયાદો વાળા પ્રકરણો અને તપાસ અહેવાલ મંગાવી તેનો અભ્યાસ કર્યા બાદ મહિલા અરજદારની રજુઆત તથા બંને ફરીયાદો અને તેની સાથે રજુ થયેલ રેકર્ડ આધારીત પુરાવાઓ જોતા પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકરણે ગુન્હો બનતો હોવાનું તારણ કાઢી અને માંગરોળ પોલીસ મહિલા અરજદારના અંગુઠાના નિશાન વાળા સોગંદનામા, ૧૩પ ડી ની નોટીસ, મામલતદાર કચેરીના સોગંદનામા રજીસ્ટરમાં અરજદારની અંગુઠાની સહી વાળુ રેકર્ડ સહીતના અસલ દસ્તાવેજો કબ્જે લઇ મહિલા અરજદારની અંગુઠાની સહી મેળવી ફીગરપ્રીન્ટ નિષ્ણાંતને મોકલી અંગુઠાની સહીના પૃથ્થકરણ રીપોર્ટના આધારે સહી સબંધે ખરાઇ કરી કાર્યવાહીસ કરવાના બદલે માત્ર ચેપટર કેશો દાખલ કરેલ હોય અને ગુન્હો નોંધેલ ન હોય જેથી મહીલા અરજદારની બંને ફરીયાદો સંબંધે પી.એસ.આઇ. માંગરોળને મહીલા અરજદારની ફરીયાદો વાળા બંને પ્રકરણો પરત મોકલી અને મહીલા અરજદારની બંને અરજીઓનો અભ્યાસ કરતા સ્પષ્ટપણે ગુન્હો બનતો હોય તાત્કાલીક બંને પ્રકરણોમાં એફ.આઇ.આર. દાખલ કરી તપાસ કરવા હુકમ કર્યો હતો.

આ પ્રકરણમાં ઉડાણપૂર્વક તપાસ થાય તો ફરીયાદી મહીલાનો હકક ડુબાડવા કરાયેલા સોગંદનામા વાળો સ્ટેમ્પ ખરીદનાર ફરીયાદી મહીલા વતી તેની ખોટી અંગુઠાની સહી કરનાર, ફરીયાદી મહીલાની ગેરહાજરીમાં સોગંદનામામાં ફોટો પાડનાર માંગરોળ મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રના કોમ્પયુેટર ઓપરેટર, સોગંદનામામાં ફરીયાદી મહીલાની સહી હોવાની ઓળખ આપનાર એડવોકેટ, સોગંદનામુ નોંધી સ્ટેમ્પમાં સિકકા કરનાર મામલતદાર કચેરી, માંગરોળના તત્કાલીન મેજીસ્ટ્રીયલ શાખાના નાયબ મામલતદાર હકક પત્રકે નોંધો દાખલ થયા બાદ રજી. એ.ડી.થી ટપાલ દ્વારા ૧૩પ ડ્રીની નોટીસો બજવવાની વ્યવસ્થા અને તલાટી રુબરુ નોટીસ બજવવાની વ્યવસ્થાનો ભંગ કરી બારોબાર ૧૩પ ડી ની નોટીસોમાં મહીલા અરજદારની ખોટી અંગુઠાની સહીઓ સાથેની નોટીસ પ્રકરણમાં સામેલ રાખી બોગસ આધાર ઉભો કરનાર માંગરોળ મામલતદાર કચેરીના ઇ-ધરા કેન્દ્રના તાત્કાલીક નાયર મામલતદાર તથા બોગસ સોગંદનામાઓ અને ૧૩પ ડી ની નોટીસોમાં મહીલા ડી ની નોટીસ બજેલ ન હોવા છતાં બંને નોંધો પ્રમાણિત કરનાર મામલતદાર કચેરીના તાત્કાલીક રેવન્યુ અધિકારીઓ અને મહિલા અરજદારનો હકક જેમણે મેળવેલ છે

તેવા બંને જમીનોના અન્ય લાભાર્થી સહ માલીકોનો રેકર્ડ આધારીત સંડોવણી ખુલતી હોય ટુંક સમયમાં આ પ્રકરણમાં મોટા કડાકા ભડાકા થવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.