Abtak Media Google News

વૈશાખ મહિનામાં ખરી ગરમીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ફાગણ માસમાં જ વૈશાખી ગરમીનો અહેસાસથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે

રાજયમાં હાલ ગરમ પવનના અસરોના કારણે રાજયમાં ગરમીનો પારો ૪૦ને પાર ઈ ચુકયો છે. રાજયના મધ્ય અને ઉત્તર ગુજરાતના શહેરોમાં ગરમી વધી ગઈ છે. વૈશાખી ગરમીની અસર રાજયના ડિસા ગામમાં સૌથી વધુ જોવા મળી રહી છે. જેનો પારો ૪૨ને પાર થઈ ગયો છે. ૪૦ ડિગ્રીી પારો આગળ વધતા લોકો રીતસર શેકાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હિટવેવી ગરમીનું જોર વધશે અને પારો ૪૦ને પાર શે.

માનવામાં આવે છે કે, ખરી ગરમી ચૈત્ર અને વૈશાખ માસમાં તી હોય છે પરંતુ હાલની સ્થિતિની જો વાત કરીએ તો ફાગણ મહિનામાં જ વૈશાખી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. શહેરમાં લોકોને અકળાવી દે તેવી ગરમી હાલ રાજયના લોકો ભોગવી રહ્યાં છે.

ગરમ અને સુકા પવનોની અસરના કારણે રાજયના ૮ મુખ્ય શહેરોમાં ગરમી ૪૦ ડિગ્રીને પાર ઈ ચુકી છે જેથી લોકોની સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે. ગરમીથી બચવા લોકો એરકુલર, એરકંડીશન, ઠંડા પીણા જેવી અનેક વસ્તુઓ પર ભાર મુકી રહ્યાં છે. જેથી તેઓ તેમનો બચાવ ગરમીથી કરી શકે. કહી શકાય હિટવેવી એરકંડીશન સહિતના ઉદ્યોગોમાં તેજી જોવા મળશે.

જો ગરમીના તાપમાનની વાત કરીએ તો ડિસા ૪૨.૦ ડિગ્રી સો રાજયમાં પ્રથમ સને છે. ત્યારબાદ અમરેલી ૪૧.૮, સુરેન્દ્રનગર ૪૧.૫, અમદાવાદ અને ભુજ ૪૧.૩, વડોદરા ૪૦.૮ જયારે રાજકોટ ૪૦.૭ અને ગાંધીનગર ૪૦.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે દરિયાઈ તટીય વિસ્તારની વાત કરીએ તો કંડલા ૩૯.૯, પોરબંદર ૩૯.૮, જયારે ભાવનગર અને મહુવા ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજયમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ત્યારે આગામી ૨ દિસવમાં ગુજરાત-સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું પ્રમાણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.