Abtak Media Google News

Table of Contents

  • મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ `૩૮૪ કરોડની જોગવાઈ

  • મહેસૂલ વિભાગ માટે કુલ `૫૧૯૫ કરોડની જોગવાઇ

ગુજરાત સમાચાર

મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ

પૂર્ણા યોજના હેઠળ 344  કરોડની જોગવાઈ

વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ

NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ

નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ

ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન

મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ `૩૮૪ કરોડની જોગવાઈ

સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે.

• રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
• ૨૫ થી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં `૧ લાખથી વધારીને `૨ લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં `૫ લાખથી વધારીને `૧૦ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ `૨૨૩૯ કરોડની જોગવાઇ

કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના ૧.૫% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી ૪૦૦ કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે `૧૪ હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.

• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે `૧૩૧૦ કરોડની જોગવાઇ.
• યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે `૩ કરોડની જોગવાઇ.

મહેસૂલ વિભાગ માટે કુલ `૫૧૯૫ કરોડની જોગવાઇ

 નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્‍દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ લોકો આ કેન્‍દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્‍દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

• કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત  કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે `૧૮૩ કરોડની જોગવાઇ.
• સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે ₹૩૯ કરોડની જોગવાઇ.
• મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે ૪૦૦ નવી જગ્યાઓ ઉભી કરવા ₹૧૮ કરોડની જોગવાઇ.
• સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે ₹૧૩ કરોડની જોગવાઇ.

કાયદા વિભાગ માટે કુલ `૨૫૫૯ કરોડની જોગવાઇ

• દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે `૨૧૧ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે `૨૦ કરોડની જોગવાઇ.
• જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા `૫ કરોડની જોગવાઈ.
• રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા `૫ કરોડની જોગવાઈ.
• તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે `૫ કરોડની જોગવાઇ.

ગૃહ વિભાગ માટે કુલ ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ

શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે `૧૧૫ કરોડની જોગવાઇ.
• જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે `૯૪ કરોડની જોગવાઇ.
• શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે `૬૯ કરોડની જોગવાઇ.
• અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે `૫૭ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે `૩૮ કરોડની જોગવાઇ.
• પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે `૩૦ કરોડની જોગવાઇ.
• SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર `૨૫ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે `૧૮ કરોડની જોગવાઇ.
• ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા `૧૫ કરોડની જોગવાઇ

 

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૧૧૬૩ કરોડની જોગવાઇ

સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે `૯૯૩ કરોડની જોગવાઈ.
• સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ ૪૦ મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ
`૨૦ કરોડની જોગવાઇ.
• ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં `૧૨ કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાનું આયોજન.
• બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે `૯ કરોડની જોગવાઇ.

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ `૨૫૮૬ કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.

જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો, નદીઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન-અભ્યારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે. ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતાં વર્ષમાં ૩૧ હજાર હેકટરમાં વાવેતર કરવાની નેમ છે. મિષ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે.

• વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે `૯૫૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે `૫૫૦ કરોડની જોગવાઇ .
• વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે `૪૦૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ `૧૮૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે `૩૧ કરોડની જોગવાઇ.
• મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે `૩૭૨ કરોડના ખર્ચે આયોજન. જે પૈકી `૧૭ કરોડની જોગવાઇ.
• ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે `૨૦ કરોડની જોગવાઇ.
• બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે `૨ કરોડની જોગવાઇ.
• પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્‍દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્‍સનો વ્યાપ વધારવા માટે `૧ કરોડની જોગવાઇ.
• દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે `૭ કરોડની જોગવાઇ.
• વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરની સ્થાપના માટે `૨ કરોડની જોગવાઇ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર

• સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે `૨૫ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.

પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા `૨૦૯૮ કરોડની જોગવાઇ

• આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ `૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ.
• સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી `૩૦ કરોડની જોગવાઇ.
• નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે `૧૪૫ કરોડના આયોજન પૈકી `૪૦ કરોડની જોગવાઇ.
• અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે `૧૭૦ કરોડના આયોજન પૈકી `૪૫ કરોડની જોગવાઇ.
• અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે `૫૦ કરોડના આયોજન પૈકી `૧૦ કરોડની જોગવાઇ.
• જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે `૧૦૦ કરોડના આયોજન પૈકી `૩૦ કરોડની જોગવાઇ.
• જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે
`૨૦૦ કરોડના આયોજન પૈકી `૮૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકારની પહેલ “ટ્રાવેલ ફોર લાઇફ” ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા `૧૫ કરોડની જોગવાઇ.
• જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી `૩૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે `૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી `૧૦૦ કરોડની જોગવાઇ.
• પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ `૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ `ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
• અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ `૧૧૭ કરોડના ખર્ચે આયોજન.
• શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે `૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ  યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
• સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા `૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
• વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે `૭૯ કરોડની જોગવાઈ.
• ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે `૨૫ કરોડની જોગવાઇ.
• નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના  ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઈ.
• ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹૪૦ કરોડની જોગવાઈ.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.