કાલથી ચૈત્રી નવરાત્રીનો આરંભ: ભક્તો થશે ર્માંની આરાધનામાં લીન.

rajkot
rajkot

આસો અને ચૈત્ર મહિનામાં આવતા ર્માં જગદંબા પર્વનું વિશેષ મહત્વ: મંદિરોમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો: યજ્ઞ, હોમ, હવન, ચંડીપાઠ, સહિતના કાર્યક્રમો અંબાજી, પાવાગઢ અને આશાપૂરા ધામમાં ભકતોની ભીડ

આવતીકાલથી ર્માં જગદંબાની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રીનો આસ્થાભેર પ્રારંભ થશે વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. અષાઢ, આસો, મહા તથા ચૈત્ર માસમાં આવતી નવરાત્રીમાં માઈ ભકતો ર્માં શકિતની ભકિતમાં લીન થાય છે.

આપણે ત્યાં બે નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ છે. જેમાં ચૈત્રી અને આસો નવરાત્રી આ નવ દિવસ શકિત સાધના અને આરાધનામાં ભકતો લીન થાય છે. આવતીકાલે ચૈત્ર સુદ એકમે શુભ મુર્હુતમાં માતાજીના ગરબા, મૂર્તિ કે, યંત્રનું પૂજન તેમજ માતાજીની છબીને વિવિધ શણગાર કરાઈ છે. નવરાત્રીમાં શિવ -શકિત બંનેની સાધના છે શકિત મુળ પ્રકૃતિ હોવાથી આ પ્રકૃતિને દુર્ગા કહે છે. ચૈત્ર નવરાત્રીં નવ દિવસ માઈ મંદિરોમાં હોમ, હવન, ચંડીપાઠ, યજ્ઞ તથા ઘરે વહેલી સવારે ભકતો ર્માં શકિતની ભકિતમાં ભાવવિભોર થશે અંબાજી, પાવાગઢ, તથા માતાના મઢ આશાપુરા ધામમાં ભાવિકોનો પ્રવાહ ચૈત્રી નવરાત્રીનાં શુભ દિવસોમાં ભકિતની ધારામાં વહે છે.

ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાદેવીની આરાધના અને ઉપાસના કરવાથી ગ્રહદોષ, ભૂમિદોષ નાશ પામે છે. દરરોજ ભકતો ચંડીપાઠ કરી ઘરામં સુખ શાંતી અને સમૃધ્ધિ માટે માતાને પ્રાર્થના કરે છે. અને મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.

શકિતના સંચય માટે નવરાત્રીની ઉપાસના મહત્વની છે. રાત્રીનાં અંધકાર અજ્ઞાનનું પ્રતિક છે. જેનુ નિવારણ ગાયત્રી ઉપાસના દ્વારા થાય છે. આમ, નવ દિવસ સુધી માર્ં શકિતની ભકિતમાં ભાવિકો ભકિતમય બનશે