Abtak Media Google News

 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિંમ જોંગ ઉને ખૂબ મોટી જાહેરાત કરી છે. કિમે પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ રોકવાની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ન્યૂક્લિયર અને મિસાઈલનો ટેસ્ટ આજથી (શનિવાર) રોકી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં કિમ જોંગે દરેક પરમાણુ સાઈટ પણ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પરમાણુ હુમલાની ધમકી અને બેલિસ્ટિક મિસાઈલના પરિક્ષણ દ્વારા અમેરિકા સહિત સમગ્ર દુનિયાને ડરાવતા કિમ જોંગ ઉનના વર્તનમાં છેલ્લા કેટલાક સમયથી નરમાઈ જોવા મળી રહી છે. કિમ જોંગની આ જાહેરાતનું અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, આ દુનિયા માટે ખુલ સારા સમાચાર છે.

માનવામાં આવે છે કે, કિમ જોંગ ઉને આ નિર્ણય દેશ હિત માટે લીધો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કિમ જોંગ દ્વારા લેવામાં આવેલા આ પગલાની પાછળ દેશની અર્થ વ્યવસ્થા અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ફોકસ કરવાનો વિચાર છે. નોંધનીય છે કે, કિમ જોંગ ટૂંક સમયમાં સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિને એક સમિટમાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ મુલાકાત કરવાના છે. તેથી આ સમયે તેમની આ જાહેરાત ખૂબ મહત્વની માનવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.