Abtak Media Google News

હવામાં ઉડતી બાઇક…

જેમ જેમ ટેકનિકનો વિકાસ થાય છે તેમ તેમ નવી નવી વસ્તુઓની શોધ થઇ રહી છે. આ ઉપરાંત દિવસે ને દિવસે હવે એવી શોધ થઇ રહી છે  જેનો તમે સપનામાં પણ વિચાર ન કર્યો હોય. પરંતુ હવે આ સપના તમારા હકીકતમાં બદલી જવાના છે.

તમે હવામાં ઊડતી કાર વિષે તો સાંભડ્યું જ હશે. આજ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલ જીનીવા મોટર શોમાં આને પહેલી વાર પ્રદર્શિત કરવામાં આવી હતી. પરંતુ હવે તમે જાણીને હેરાન થાય જશો કે હવામાં ઊડતી બાઇક પણ બજારમાં આવી ગાય છે.

ચાલો જાણીએ આ અનોખી બાઇક વિષે…

14 1છોકરાઓને બાઈકનો ખુબજ શોખ હોય છે અને જો તેમાં પણ એની ગર્લફ્રેન્ડ હોય તો તેને પછાડ બેસાડીને ફરવાનો ખુબજ સોખ હોય છે. આવા બાઈકના શોખીન માટે માર્કેટમાં એક ખુબજ અનોખી બાઇક આવી રહી છે જે જમીન પર નહીં પરંતુ હવામાં ઉડશે. માત્ર સ્પીડ જ નહીં પરંતુ આ ઇલેક્ટ્રીક બાઇક રોડ ઉપર ચાલવાની જગ્યાએ હવા સાથે ઉડાન ભરશે.

વિદેશોમાં આ બાઈકનું બૂકિંગ ચાલુ થઇ ગયુ છે. આ બાઇક છ કલારોમાં ઉપલબ્ધ છે. હા, એ વાત સાચી છે કે આ બાઇકને ભારતમાં આવતા હજી વાર લાગશે અને જો આવશે તો આ બાઇકને ખરીદવી ખુબજ અઘરી પડશે. કારણકે, આ બાઈકની કિંમત 39,00,000 રૂપિયા છે.

1.હવામાં ઊડતી આ બાઈક પર આટલા કિલોના માણસ ભરી શકે છે ઉડાન :

12 9

હવામાં ઊડતી આ બાઈક પર 115 કિલોગ્રામ સુધીનો માણસ ઉડાન ભરી શકેશે.

2.આ બાઇકનું નામ…

15 2

હવામાં ઉડાન ભરવા માટે તૈયાર થયેલ આ બાઇકનું નામ સ્કોર્પિયન 3 હોવર છે. આ બાઇકને અમેરિકન કંપની હોવરસર્ફ બનાવી છે.આ સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિકલ બાઇક છે.

  1. ઇલેક્ટ્રિકલ વિગતો :

11 7
આ બાઈકમાં 3 બૈટરી લાગવામાં આવી છે. આ બૈટરી માત્ર 3 કલાકમાં જ ચાર્જ થય જાય છે. બૈટરીને અલગથી કાઢીને પણ ચાર્જ કરી શકાય છે. બૈટરીની સાથે વજન 104 કિલિગ્રામ છે.

  1. બૈટરીને લગાડવામાં લાગતો ટાઈમ…

13 3
તમે જૈની આશ્ચર્ય અનુભવશો કે આ બૈટરીને બાઈકમાં લગાડવામાં માત્ર એક જ મિનિટનો સમય લાગે છે. એનો ફાયદો એ પણ થાય છે કે તમે એક સાથે બે બૈટરી લઈને બાઇકને લગાતાર ચલાવી શકો છો અને આ બાઇક પર્યાવરણ ને એક પણ જાતનું નુકશાન કરતું નથી.

  1. આ બાઈકની સિટિંગ સ્ટાઈલ…

17 1
આ બાઈકમાં માત્ર એક જ વ્યક્તિ બેસી સકે છે સિંગલ સિટર આ બાઇક કઈક એક ડ્રોન જેવો દેખાય છે. આ બાઇકનું પરીક્ષણ થય ચૂક્યું છે. આ બાઈકની પહેલી ખરીદી દુબઈ પોલીસ કરશે.

6.બાઈકની રેન્જ…

16 1

 

આ બાઈકની રેન્જ હાલમાં 21 કિલોમીટરની છે. આ બાઇકને 20 મિનિટ સુધી સતત ઉડાવી સકાય છે. કંપનીએ જણાવ્યુ હતું કે આવનારા સમયમાં આ બાઇકને 40 મિનિટ સુધી ઉડાવી શકાશે. આ ઉપરાંત આ બાઇકને ટોપ સ્પીડ 70 કિમી/કલાક છે.

જો તમે આ ઉડવા વાળું બાઇક ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો અત્યારથી જ પૈસા ભેગા કરવાનું ચાલુ કરી ડ્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.