Abtak Media Google News

ખાખરેચી ગામે આવેલ વોટર વર્કસમાં પાણીનો પૂરતો જથ્થો ન હોવાથી પાણી પ્રશ્ન વિકટ બન્યો: ધારાસભ્ય બ્રિજેશ મેરજાની કલેકટરને રજુઆત

ખાખરેચી ગામે આવેલા વોટર વર્કસમાં પાણીનો જથ્થો ઉબલબ્ધ ન હોવાથી માળીયા તાલુકાના ૧૬ ગામોમાં ચાર દિવસે પાણી આપવામાં આવે છે. જે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ખાખરેચી ગામે આવેલા વોટર વર્કસમાં પાણીનો પૂરતો જથ્થો ઉબલબ્ધ નથી. જેના કારણે માળિયા તાલુકાના જુના ઘાટીલા , વેજલપર, રોહિશાળા, મંદરકી, કુંભારીયા, વેલાસર, વરડુંસર, ચીખલી, અણિયારી સહિતના ૧૬ ગામોમાં ચાર દિવસે પીવાનું પાણી મળે છે.

ચાર દિવસે પીવાનું પાણી મળતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવી પડી રહી છે. ત્યારે ખાખરેચીના વોટર વર્કસમાં પાણીનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ કરવામા આવે જેથી માળીયા તાલુકાના ૧૬ ગામોમાં નિયમિત પાણીનું વિતરણ થઈ શકે તેવી માંગ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.