Abtak Media Google News

ક્રિસ ગેઇલ ગયા વર્ષ સુધી આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર વતી રમતો હતો અને એ ફ્રેન્ચાઇઝી તેને દર વર્ષે લગભગ ૮ કરોડ રૂપિયાનો પગાર આપતી હતી, પરંતુ આ વખતે જાન્યુઆરીમાં એ ટીમના માલિકોએ તેને હરાજીમાં નાખી દીધો ત્યાર પછી ફેબ્રુઆરીની હરાજીમાં કિંગ્સ ઇલેવન પંજાબે તેને બે કરોડ રૂપિયાની મૂળ કિંમતે ખરીદી લેવાનો મોકો ઉઠાવી લીધો હતો. પંજાબની ટીમના સહ-માલિક નેસ વાડિયાએ ગઈ કાલે ગુપ્ત વાત જાહેર કરતા કહ્યું હતું કે ગેઇલને ઑક્શનના પહેલા બે તબક્કામાં કોઈએ નહોતો ખરીદ્યો. અમારે ખેલાડીઓને ખરીદવા જે કુલ ૬૭.૫ કરોડ રૂપિયા વાપરવાના હતા એમાંથી ફક્ત ૨.૧૦ કરોડ બચ્યા હતા. અમે પહેલાં જ ઘણા પ્લેયરોને ખરીદવા પુષ્કળ પૈસા ખર્ચી ચૂક્યા હતા. જોકે, ફરી જ્યારે ગેઇલનું નામ બોલાયું ત્યારે અમે તેને ખરીદવા બિડ રજૂ કરી હતી. ૩૮ વર્ષીય ગેઇલને પહેલી બે મેચમાં નહોતો રમાડવામાં આવ્યો, પરંતુ ત્રીજી મેચમાં તેણે ૬૩ રન, ચોથીમાં ઐતિહાસિક અણનમ ૧૦૪ રન, પાંચમીમાં અણનમ ૬૨ રન અને છઠ્ઠીમાં ૨૩ રન બનાવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.