Abtak Media Google News

RCB  સામે મુંબઈની ટીમ ૧૬૭ રન ન બનાવી શકતા  પરાજિત તો થઇ પણ સ્પર્ધામાંથી પણ બાકાત થઇ ગઈ

આઇપીએલ ૨૦૧૮ની સિઝન ૧૧ની બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમાં મુંબઇ અને બેંગ્લોરની ટીમની ટક્કરમાં મુંબઇ સામે બેંગ્લોરે ૧૪ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. પહેલા બેટિંગ લઇને બેંગ્લોરે ૧૬૭ રન બનાવ્યા હતા જેના પગલે મુંબઇને ૧૬૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી મુંબઇની ટીમે ૨૦ ઓવરના અંતે ૧૫૩ રન બનાવ્યા હતા.

જોકે, મુંબઇને સાત વિકેટનું નુકસાન પણ વેઠવું પડ્યું હતું. આમ મુંબઇ ૧૬૮ રનના ટાર્ગેટને સર કરવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના પગલે બેંગ્લોરે મુંબઇ સામે ૧૪ રનથી શાનદાર જીત નોંધાવી છે.

પહેલા બેટિંગ કરવાની તક મળતા બેંગ્લોરના બેટ્સમેનોએ પહેલી ઇનિંગમાં ૧૬૭ રન ફટકાર્યા હતા. ૨૦ ઓવરના અંતે સાત વિકેટના નુકસાન સાથે બેંગ્લોરે ૧૬૭ રન બનાવ્યા હતા. આમ મેચ જીતવા માટે મુંબઇ ઇન્ડિયન્સને ૧૬૮ રન બનાવવા જરૂરી છે.

આમ મુંબઇને ૧૬૮ રનનો ટાર્ગેટ મળ્યો છે.

૬૮ રનનો પડકાર ઝીલવા ઉતરેલી મુંબઇની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે ૫ રને પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. એક સમયે મુંબઇનો સ્કોર ૪૭ રન ૪ વિકેટ હતો. હાર્દિક પંડ્યા ૫૦ અને કુણાલ પંડ્યા ૨૩ રનની મદદથી મુંબઇ જીતની નજીક પહોંચ્યું હતું.

જો કે પંડ્યા બ્રધર્સનાં આઉટ થતા જ મુંબઇની જીત નિશ્ચિત બની હતી.રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરના સિરાજ અને સાઉથી એ ડેથ ઓવેરમાં શાનદાર બોલિંગ કરીને બેંગ્લોરને શાનદાર જીત આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

બેંગલોરૂ તરફથી ટીમ સાઉથી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે ૨-૨ વિકેટ ઝડપી હતી. મુંબઇનાં બેટ્સમેનોનાં ખરાબ પ્રદર્શનને કારણે મુંબઇએ એકવાર ફરી હારનો સામનો કરવો પડ્યો છે આ હારની સાથે જ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ લગભગ સ્પર્ધામાંથી ફેંકાઈ ગઈ છે અને હવે પ્લે ઓફ મેચમાં  પણ પહોંચવું અઘરું થઇ પડશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.