Abtak Media Google News

ટંકારા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ થતા પ્રથમ ટંકારા બાદમાં રાજકોટ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ટંકારા થી ૨ કિમિ દૂર મોરબી-રાજકોટ હાઇવે પર આજે સાંજના અરસામાં ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભગીરથ રોડવેઝના જીજે ૩૨ ટી ૩૯૯૯નંબરનો ટ્રક અને જીજે ૦૩ એફડી ૮૦૯૮ નંબરની સ્વીફ્ટ કાર વચ્ચે ટક્કર થતા કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક અલ્પેશ લવજીભાઈ પટેલ ઉ.વ.૩૨ રહે. હડમતિયાને ઈજાઓ પહોંચતા ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા મેડિકલ ઓફિસર ડો. વી.બી.ચીખલીયા દ્વારા તેઓની સારવાર હાથ ધરવામાં આવી હતી.

બાદમાં વધુ સારવાર અર્થે અલ્પેશભાઈને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક સર્જાયો હતો અને રોડ ની બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બાદમાં ટંકારા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સાંભળીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.