Abtak Media Google News
  • અંગદાન તેમજ મતદાન માટે જાગૃતતાન કાર્યક્રમ યોજાયો 
  • અંગદાન લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે. 

ગીર સોમનાથ ન્યૂઝ : ગીર સોમનાથ જિલ્લા વડા મથક વેરાવળમાં કોમ્યુનિટી હોલ ખાતે આરોગ્યમ ટ્રસ્ટ દ્રારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોને અંગદાન તેમજ મતદાન માટે જાગૃતતા આપવામાં આવી હતી. અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે મૃત્યુની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે અંગદાન કેટલું આશીર્વાદરૂપ બની શકે છે તેની સમજ લોકોને આપી હતી અને બહોળી સંખ્યામાં શહેરીજનોએ આ અંગદાન સેવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમર્થન આપ્યું હતુ.Whatsapp Image 2024 04 30 At 12.57.37 3E5246Fb

Advertisement

આ તકે સંસ્થાના પ્રણેતા દિલીપભાઈએ તેમના ઉદબોધનમાં  જણાવ્યું હતું કે ભારતમાં અંદાજિત ૨૨ લાખ લોકોને ડાયાલિસિસ સેવા પૂરી પાડવામાં આવે છે.એટલે કે ૨૧ લાખ લોકો કિડની ફેલ્યરના દર્દી છે.જેમાંથી માત્ર વેરાવળના જ – અંદાજિત ૩૫ દર્દીઓ છે તેની સામે અંગોનું ડોનેશન નથી થતું.Whatsapp Image 2024 04 30 At 12.57.41 Df721F80

તો આ ૩૫ લોકોને કિડની કેવી રીતે મળે? જો તેના સગા વ્હાલા તેમને કિડની આપે તો જ મળી શકે.દર વર્ષે ૧ લાખથી વધુ લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે. તે વ્યક્તિ માંથી કિડની, લીવર, ફેફસા, આંખો, હાથ અને સ્કીન  સહિતના ભાગોનું ડોનેશન થાય છે. જેને અંગદાન  મળે તેની લાઈફ ચેન્જ થઈ જાય છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ આપણા દેશમાં ૧૦ લાખ માંથી ૧ વ્યક્તિ અંગદાન કરે છે. તેની જન સંખ્યાનો વિકસિત દેશોમાં ૩૫ જેટલો રેશિયો છે.આપણો ભારત દેશ વિકસિત દેશ છે એટલે આપણા દેશમાં જો આ રેશિયો વધે તો કેટલા લોકોના જીવ બચી શકે.હાલ ચૂંટણીનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે તેના માટે સૂત્ર પણ બનાવવામાં આવ્યું  છે.Whatsapp Image 2024 04 30 At 12.57.37 F9B32025

“અંગદાન જીવનદાન, મતદાન મહાદાન” આમ, લોકોએ મતદાન  અવશ્ય કરવું જોઈએ અને અન્ય લોકોનો જીવ બચાવી શકાય તે માટે લોકોએ અંગદાન પણ કરવું જોઈએ . જેને  કેન્સર, કોરોના અને એઈડ્સ રોગ ન હોય તે કોઈ પણ  લોકો અંગદાન કરી શકે છે. આ તકે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, આરોગ્યમ ચેરિટેબલ ટ્રસ્ટના ડો.જયેશભાઈ વઘાસિયા,ઉદયભાઈ એન. શાહ, જીતેન્દ્રભાઈ મહેતા, કલ્પેશભાઈ શાહ, અશોકભાઈ એન.અઢીયા, જીએન્દ્રભાઈ તન્ના તેમજ સ્થાનિક આગેવાનો, સ્થાનિક સંસ્થાઓના હોદ્દેદારો તેમજ શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને કેટલાક લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો.

અતુલ કોટેચા 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.