Abtak Media Google News

જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટોરમા આગના કારણે રૂ.૧૫ લાખનું નુકસાન

સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે આવેલા જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટોરમાં આગ લાગતા રૂ.૧૫ લાખની કિંમતના ૧૭ ફ્રિઝર સળગી ગયા હતા. ફાયર બ્રિગેડ સ્ટાફે સ્ટોર રૂમના તાળા તોડી આગ બુઝાવી નાખી હતી. આગના કારણે એક સાથે ૧૭ ફ્રિઝ સળગી ગયા હતા.

Advertisement

2020આ અંગેની ફાયર બ્રિગેડ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે જિલ્લા આરોગ્ય વિભાગના સ્ટોર રૂમમાં વહેલી સવારે અચાનક આગ લાગ્યાની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી સ્ટોર રૂમના દરવાજાના તાળા તોડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી.

એક સાથે ૧૭ ફ્રિઝ સળગીર સળગી જતા અંદાજે રૂ.૧૫ લાખનું નુકસાન થયાનું થયાનું જાણવા મળે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફ્રિઝમાં રાખવા માટે ફ્રિઝ મગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.