Abtak Media Google News

ખાંડના અપૂરતા ઉત્પાદનથી ખેડુતોને ૬૦૦૦ કરોડ રૂપીયાનું નુકશાન

વર્ષ ૨૦૧૫ની દુકાળની સ્થિતિની અસર હજુ વર્તાઈ રહી છે. જેની ખાંડ ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે. છેલ્લા દશ વર્ષથી ખાંડનું ઉત્પાદન નીચુ રહ્યું છે. ૧૪૭ ખાંડ મીલોમાં કુલ મળીને ૩૭૧.૪ લાખ મેટ્રીક ટન ખાંડનું ઉત્પાદન થયું હતુ. જયારે ગુજરાતમાં ૪૧૭ લાખ કવિન્ટલ ખાંડ પ્રોડયુસ થઈ હતી દુકાળની સ્થિતિએ ખાંડને ‘કડવી’ કરી નાખી છે.

વર્ષ ૨૦૦૮ના પ્રમાણમાં આ ઉત્પાદન ઘણુ ખ‚ નીચુ રહ્યું છે. વધુમાં ખાંડનું ઉત્પાદન કરતુ રાજય મહારાષ્ટ્ર છે. ત્યાં પણ ખાંડની મોટાપાયે અછત વર્તાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાંડના અપુરતા ઉત્પાદનને કારણે અછત ઉભી થઈ છે. આથી ખાંડના ભાવમાં અનઅપેક્ષીત વધારો થયો છે. આ વર્ષની અછતની અસર આવનારા વર્ષો પર પણ વર્તાશે સ્ટેટ સુગર મીલ્સ એસોસીએશનના એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે, આ નાણાંકીય વર્ષ ખાંડ ઉદ્યોગ માટે અનઅપેક્ષીત નીવડશે. ખાંડની સામાન્ય તબકકામાં વેચાણ કિંમત ૩૨ થી ૩૪ ‚પીયા હોય છે. જયારે હાલની તેની છૂટક વેચાણ કિંમત ૩૮ થી ૪૦ ‚પીયા જેટલી છે. ખાંડના ઓછા ઉત્પાદનનો મોટો ફટકો ખેડુતોને પહોચ્યો છે. ખાંડ ઉત્પાદન કરતા ખેડુતોની આવકમાં .૬૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. મોટાભાગની ખાંડમીલો મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કાર્યરત છે. ખાંડ ફેકટરીઓ ને પાછલા થોડા વર્ષમાં ૨૫૦૦ કરોડથી વધુનું નુકશાન થયું છે. ગયા વર્ષે ૧૭૮ મિલો ઉત્પાદનમાં કાર્યરત હતી પરંતુ આ વર્ષે તેમાંથી ૩૧ મીલો રો-મટીરીયલ (કાચો માલ)ની ખામીને કારણે બંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.