સમગ્ર બોર્ડમાં એ-૧ ગ્રેડ મેળવનાર મોદી સ્કુલના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬૫

વર્ષ ૧૯૯૯થી રાજકોટ શહેરમાં શરૂ થયેલ મોદી કુલ તેના બોર્ડના પ્રથમ પરિણામથી જ રાજકોટમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં છવાઈ ગઈ છે. જો શિક્ષણમાં સારી કારકીર્દી ઘડવી હોય, ભવિષ્યમાં મેડીકલ એન્જિનીયરીંગમાં જવું હોય કે એમાં પણ જો NIT, IITમાં કે ધીરૂભાઈ અંબાણી કે પેટ્રોલીયમ યુનિ. વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય અથવા મેડીકલ , ડેન્ટલમાં ડોનેશન વગર પ્રવેશ મેળવવો હોય તો મા બાપની પ્રથમ પસંદગી મોદી સ્કુલ હોય, કારણ કે મોદી સ્કુલમાં માત્ર બોર્ડની જ પરંતુ સાથો સાથ ગુજ-નીટ અને જી-મેથ્સ, જી એડવાન્સની તૈયારી કરાવવામાં આવે છે.

બોર્ડના પરિણામોમાં મુખ્ય ગણાતા પરિણામો એટલે ધો.૧૦ અને ધો.૧૨ સાયન્સના પરિણામોમાં સતત સર્વોચ્ચ સ્થાને રહેનાર મોદી સ્કુલ્સે આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. બંને પરિણામોમાં બોર્ડ યોપટેનમાં વિદ્યાર્થીઓ આ શાળાના રહ્યા છે. બે એવરેસ્ટ સર થયા. આ સથિ ઉંચાઈની તમામ બીજી ગિરિમાળાઓ પણ આશાળાના વિદ્યાર્થીઓ ઓએ સર કરી માર્ચ ૨૦૧૮ની ધશે.૧૨ સાયન્સના પરિણામોમાં સમગ્ર રાજકોટ જિલ્લામાં એ૧ ગ્રેડમાં ૭માંથી ૨ વિદ્યાર્થીઓ મોદી સ્કુલના , બોર્ડ ટોપટેનમાં ૫ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૪૧ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથી વધુ ૩૫૬ વિદ્યાર્થીઓ આ સાથે ગુજકેટ ટોપટેનમાં પણ ૫ વિદ્યાર્થીઓ ૯૯ પીઆર કે તેથી વધુ ૫૧ વિદ્યાર્થીઓ તથા ૯૦ પીઆર કે તેથીવ ધુ ૩૯૩ વિદ્યાર્થીઓ છે નીટમાં ૬૦૦ કે તેથી વધુ માર્કસ એવા અપેક્ષીત ૮ વિદ્યાર્થીઓ તથા ૨૦૧૮માં ૧૫૦ કે તેથી વધુ માર્કસ મેળવતા ૧૫વિદ્યાર્થીઓ જી-એડવાન્સ માટે કવોલીફાય ૧૫૯ વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં મોદી સ્કુલનું ગૌરવ વધારેલ છે.

સમગ્ર ગુજરાતમાં જે સ્કુલમાંથી સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ મેડીકલ એન્જીનીયરીંગમાં જતા હોય તો તે મોદીસ્કુલના છે તેના હજારો વિદ્યાર્થીઓ સમગ્ર ભારતમાં અને વિદેશમાં ખૂબ સારી કંપનીઓમાં ઉંચા પગાર મેળવીરહ્યા છે. પોતાના સ્વતંત્ર વ્યવસાયમાં ખૂબ આગળ છે. અથવા પોતાની ધીકતી પ્રાઈવેટ પ્રેકટીસ કરી રહ્યા છે. સાથોસાથ સમાજની સેવા પણ કરી રહ્યા છે.

મોદી સ્કુલનાં સ્થાપક ડો. આર.પી. મોદી પોતે શિક્ષણની ગુણવતા સાથે બાંધછોડમાં માનતા નથી તે શોર્ટકટમાં માનતા નથી સખત પરિશ્રમમાં માને છે. જેના ફળ સ્વરૂપે આ સ્કુલના તમામ સ્ટાફ અને પિન્સીપાલશ્રીઓ પણ આજ પથ પર ચાલે છે.

સર્વાંગી વિકાસની બાબતમાં પણ શાળા ટોચ પર છે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ જેવી કે સ્કાઉટ, ગાઈડ, સ્કેટીંગ, રમત ગમત વિજ્ઞાન મેળા, કોમર્સ મેળા, તહેવારોની ઉજવણી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન કેમ્પન, વૃક્ષારોપણ, હેલ્પેજ જેવી સંસ્થા માટે મોટી માત્રામાં ફંડ એકત્રીત કરવું વિવિધ સંસ્થાની મુલાકાતે બાળકોને લઈ જવ, શૈક્ષણીક પ્રવાસો સામાજીક જાગૃતિ માટેની પ્રવૃત્તિઓ, વ્યસન મૂકિતની જાગૃતિ અંગેના પ્રોજેકટસ, બહારની વિવિધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવો, જિલ્લા રાજય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા સુધી લાયક વિદ્યાર્થીઓને તાલીમ આપવી જેવી અગણીત પ્રવૃત્તિ આ શાળા ચલાવે છે.

શહેરી પ્રલોભનોથી દૂર ખરા અર્થમાં આશ્રમ શાળા સાર્થક કરતી આ હોસ્ટેલ છે. મોદી સ્કુલમાં સ્કાઉટ એન્ડ ગાઈડમાં રાજયપાલ એવોર્ડમાં રાજકોટ જિલ્લાનાં ૨૩૭માંથી ૧૨૦ વિદ્યાર્થીઓ મોદી સ્કુલના તથા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવતા ૨ વિદ્યાર્થીઓ એન.સી.સી.માં એ ગ્રેડ મેળવતા ૧૫ વિદ્યાર્થીઓ છે. એન.સી.સી. બોઈઝ અને ગર્લ્સ બંને યુનિટથી શિસ્ત અને સંસ્કારના પાઠ આ શાળા દ્વારા અપાય છે.૨૦૧૭-૧૮માં શાળાની એક વિદ્યાર્થીની રાઠોડ ધ્રુવીના એન.સી.સી.ના ૧૦-૧૦ કેમ્પ પસાર કરી પ્રજાસતાક દિનની પરેડમાં સૌરાષ્ટ્ર-કચ્છની એક માત્ર કેડેટ પસંદગી પામી હતી.

મોદી સ્કુલનાં ૧૩૭ વિદ્યાર્થીઓ સ્ટેટલેવલ ૧૬ વિદ્યાર્થીઓ નેશનલ અને ૧ વિદ્યાર્થી આંતરરાષ્ટ્રીય લેવલે રમત ગમતમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ભારતનું નામ રોશન કરેલ છે. અભ્યાસની સાથોસાથો રમત ગમતમાં પણ મોદી સ્કુલનાં સિતારામાં ઝળકયા છે.મોદીસ્કુલના બાળકો વારંવાર હોસ્પિટલોમાં જઈ ફ્રુટ વિતરણ કરે છે. ઝુપડપટ્ટીમાં જઈ કે નાની શાળાઓમાં જઈ બેગ વિતરણ, સ્ટેશનરી વિતરણ કે કપડાનું વિતરણ કરી સંવેદનનાનાં પાઠ પ્રત્યક્ષ શીખે છે.

હમણા જ મોદી સ્કુલ અને સીવીલ હોસ્પિટલ આયોજીત ૧૩માં બ્લડ ડોનેશન કેમ્પમાં સ્કુલના શિક્ષકો અને વાલીઓએ બહોળી સંખ્યામાં રકતદાન કર્યું જેમાં અત્યાર સુધી ૧૩ બ્લડ કેમ્પમાં ઘણી બધી બોટલનું રકત એકઠુ કરી સીવીલ હોસ્પિટલને આપ્યું. જેનાથી જરૂરીયાતમંદ દર્દીની વિનામૂલ્યે સેવા થઈ શકે.મોદી સ્કુલનાં વિદ્યાર્થીઓ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈ ગુટકા માવાથી ભવિષ્યમાં દૂર રહેવાની પ્રતિજ્ઞા લેતા હોય છે.

આ ઉપરાંત મોદી સ્કુલ તેમજ હેલ્પ એઈજ ઈન્ડીયા દ્વારા એકત્રીત કરાયેલ ફંડ દ્વારા રાજકોટ સવાણી કિડની હોસ્પિટલને ડાયાલીસીસનું ૧ મશીન અર્પણ કરવામાં આવ્યુું, અત્યાર સુધીમાં કુલ ૫, ડાયાલીસીસના મશીન અર્પણ કરવામાં આવેલ છે. આમ, વિદ્યાર્થી ભવિષ્યમાં ભારત વર્ષનો જવાબદાર અને ઉત્તમ નાગરીક બને તેવા પ્રયત્ન સતત સ્કુલ કરતી હોય છે.આમ, મોદી સ્કુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અભ્યાસની સાથે સાથે સર્વગુણ સંપન્ન બને ભવિષ્યમાં ઉત્કૃષ્ટ ભારતના નિર્માણ માટે પોતાનું પ્રદાન કરે તેવી રીતે બાળકોને તૈયાર કરવામાં આવે છે. ટુંકમાં કહીએ તો ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ.

સફળતા બદલ ભગવાનનો આભાર માનુ છું: રશિયા ધ્રુવ

rashiya dhruvરશિયા ધ્રુવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મને ૯૯.૯૫ પીઆર મેળવ્યા છે. સૌ પ્રથમ હું મારી શ્રેષ્ઠ સફળતા બદલ ભગવાનનો આભાર માનું છું હું મારી જાતને સારા અને સહકાર આપતા માતા પિતા, મોદી સ્કુલના ટ્રસ્ટી ડો. આર.પી. મોદીસર, પ્રિન્સીપાલશ્રીઓ, તથા શિક્ષકો મેળવવા બદલ ખુશનસીબ સમજુ છું જેઓ એ આખા વર્ષ દરમિયાન માર્ગદર્શન પૂરૂ પાડયું છેલ્લા ૪ મહિનાઓમાં યુનિટ ટ્રસ્ટ, ડિઝાઈનર ટેસ્ટ અને પ્રિન્સીપાલના પેપર લખતા હોવાથી મારી લખવમાં ઝડપ વધી છે. અને પ્રેઝેન્ટેશનમાં પણ સુધારો આવ્યો જેના કારણે હું બોર્ડમાં ખુબ સારા માર્કસ લાવી શકયો મોદી સ્કુલની ડે ટુ ડે સિસ્ટમને લીધષ મને ખૂબજ ફાયદો થયો છે. દરરોજ જે કોર્ષ ચાલતો તે દરરોજ થઈ જતો હોવાથી મને છેલ્લા પરીક્ષા સમયે કોઈ પણ જાતની ચિંતા હતી નહી અને આત્મવિશ્ર્વાસથી પેપર લખી શકતો.

ભવિષ્યમાં સાયન્સમાં મારી  કારકીર્દી બનાવીશ: ગોરસીયા જય

gorasiya jayગોરસીયા જયએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મે ૯૬.૫૦% મેળવ્યા છે. હું મોદી સ્કુલનો આભારી છું જેમણે મને કેરીયરના મહત્વના વર્ષ ધો.૧૦માં મારી આવડતને સરળ માર્ગદર્શન આપી કારકીર્દીનું ઘડતર કર્યુ મોદી સ્કુલ મારા માટે શ્રેષ્ઠ શાળા સાબીત થઈ સમયસર કોર્ષ પૂર્ણ કરાવીને રીવીઝન માટે તૈયારી કરાવી પ્રિલીમનરી પરીક્ષાની પેપરસ્ટાઈલ, તેમાં થયેલી ભૂલોને સુધારવા શિક્ષકોની સલાહોનું અક્ષરસ: પાલન, ફાઈનલ પરીક્ષશમાં ખૂબજ ઉપયોગી બન્યું, કલાસ‚મમાં આપવામાં આવતું જ્ઞાન ખૂબજ મહત્વનું બની રહ્યું વિદ્યાર્થીઓમાં સંસ્કાર બાબતે શિક્ષકો અને મેનેજમેન્ટ ખૂબ ધ્યાન આપે છે. મારી સફળતા માટે હું શિક્ષકો, મારા માતા પિતા, મોદીસર અને મેનેજમેન્ટનો આભારી છું ભવિષ્યમાં હું મોદી સ્કુલમાં ધો.૧૧-૧૨ સાયન્સનોઅભ્યાસ કરી મારી કારકીર્દી બનાવવા ઈચ્છું છું.

સર્વશ્રેષ્ઠ શૈક્ષણીક સંસ્થાનો ભાગ હોવાનો ગર્વ: ખત્રા દેવાંશી

khatra devansiખત્રા દેવાંશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ૯૬.૧૭% મેળવ્યા છે. મને રાજકોટના સર્વશ્રેષ્ઠ શૈક્ષણીક સંસ્થાનો ભાગ હોવાનો ગર્વ છે. અહીના શિક્ષકો પોતાની જવાબદારી પ્રત્યે અને વિદ્યાર્થીઓના ઉજજવલ ભવિષ્ય માટે ખૂબજ વધારે સમર્પિત છે. ઉત્કૃષ્ટશિક્ષણ દ્વારા રાષ્ટ્રનું નિર્માણ એ હેતુ મોદી સ્કુલએ સિધ્ધ કર્યો છે. દરેક વિદ્યાર્થીએ આવી ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાનો આભાર માનવો જોઈએ જે તેઓના જીવનરૂપી સફણને શરૂ કરવામાં મદદરૂપ થાય છે. મારી સફળતાનો શ્રેય મારા માતા પિતા મોદીસર, શિક્ષકો અને સ્કુલ મેનેજમેન્ટને આપું છું ભવિષ્યમાં હું મોદી સ્કુલમાં ધો.૧૧-૧૨ સાયન્સનો ભ્યાસ કરી મારી કારકીર્દી બનાવવા ઈચ્છું છું.

મોદી સ્કુલમાં જ આગળ અભ્યાસ કરીશ: પેથાણી શ્રેય

pethani shrayપેથાણી શ્રેયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મેં ૯૭.૧૭% મેળવ્યા છે. ધો૧૦એ ધો.૧૧ અને ધો.૧૨માં પ્રવેશ મેળવવા માટે મહત્વનું હોય છે. એમ માનીને જ અમરા બધા વિષય શિક્ષકોએ અમને ખૂબજ સારી તૈયારી કરાવી હતી મોદી સ્કુલના શિક્ષકોએ હંમેશા અમને મુંઝવતા પ્રશ્ર્નોનું સરસ રીતે સમાધાન કર્યું અને તેઓ અચુક પરે અમારા નાના નાના પ્રશ્રન્નોને રસથી સોલ્વ કરાવતા મોદી સ્કુલની ડે ટુ ડે સિસ્ટમથી પણ અમને ઘણો લાભ થયો છે. આ ઉપરાંત મારા માતા પિતાલ, શિક્ષકો અને મોદીસરને પણ હું મારી સફળતાનો શ્રેય આપું છું હું સાયન્સ રાખી મોદી સ્કુલમાં અભ્યાસ કરી ડોકટર અથવા એન્જીનીયરીંગ બની સમાજ તેમજ દેશને ઉપયોગી બનવા માગુ છું.

મોદી સ્કુલનો અનુભવ કયારેય ભૂલી નહિ શકુ: સવસાણી ધ્રુવી

savsani dhruviસવસાણી ધ્રુવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મેં ૯૭.૫૦% મેળવ્યા છે. જયારથી મોદી સ્કુલનું નામ સાંભળ્યું ત્યારથી મોદી સ્કુલ મારામાં વસેલી છે. પહેલા ધોરણથી મારી સફર ચાલુ થઈ ધો.૧૦ સુધીના અનઅભુવો ન ભુલાય એવા છે. અહીંયા સુધી પહોચવા પાછળનો શ્રેય મતા પિતા મોદીસર, સ્કુલ મેનેજમેન્ટ અને શિક્ષકો છે. મારે શું વાંચવું તેનું પ્લાનિંગ મારે કરવાની જરૂર જ રહેતી નથી. તેનું પ્લાનીંગ પહેલેથી જ અમારી સ્કુલ અપાવે છે. મારી લાઈફમાં હું મોદી સ્કુલનોઅનુભવ કયારેય પણ ભૂલી શકીશ નહી આગળના ધો.૧૧-૧૨માં મોદી સ્કુલ દ્વારા મારી કારકીર્દી ઉજજવળ બનાવા માંગું છું અમને લોકોને વારંવાર મોદીસરનું માર્ગદર્શન મળતું જેના કારણે મારામાં આત્મ વિશ્ર્વાસનો વધારો થયો છે. અને બોર્ડની પરીક્ષાનો કોઈપણ પ્રકારનો ભય રહ્યો ન હતો.

આખા વર્ષની મહેનત કામ લાગી :ભીમાણી સાહીલ

bhimani sahilભીમાણી સાહિલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મે ૯૬.૯૭% મેળવ્યા છે. હું મોદી સ્કુલમાં ૧૧ સા.માં ગ્રુપ બીલઈ મારી કારકીર્દી બનાવવા ઈચ્છું છું મોદી સ્કુલના ધો.૧૦ વિશે વાત કરૂ તો અહીયા વિકલી ટેસ્ટ યુનિટ ટેસ્ટ અને ૭ પ્રિલીમ્સથી મારા આત્મ વિશ્ર્વાસ વધારો થયો. ખાસ કરીને મોદી સ્કુલમાં આટલા બધા વિદ્યાર્થીની સફળતાનું કારણ આ સ્કુલની બધુ જ મહત્વની અને વિશિષ્ટ એવી પધ્ધતિ એટલેડે ટુ ડે પધ્ધતિ આ પધ્ધતિ દ્વારા જ મને ખૂબ ફાયદો થયો માત્ર હોશિયાર જ નહી પરંતુ બધા વિદ્યાર્થી પર પણ સરખું ધ્યાન આપવામાં આવે છે. સ્કુલમાં ધ્યાન આપવામા આવે છે.

મોદી સ્કુલમાં તલસ્પર્શી આયોજન અમલ કરાય છે: દવે કૃણાલ

dave krunalદવે કૃણાલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે ૯૬.૧૭% મેળવ્યા છે. ઈત્તર પ્રવૃત્તિ અને વિવિધ પરીક્ષાર્થી ભણતર સરળ થાય છે. આ ઉપરાંત ઝીણવટથી પેપર ચેક થતા હોવાથી આગળ જતા જે તે વિષયમાં ભૂલ રહેતી નથી. ખામી રહેતી નથી. મોદી સ્કુલ વિશે મારો અભિપ્રાય છે કે અહી અભ્યાસક્રમનું સંપૂર્ણ અને તલસ્પર્શી આયોજન અને અમલ કરાય છે.અહીની ડે ટુ ડે પધ્ધતિ દૈનિક અભ્યાસક્રમના આયોજનમાં ખૂબજ મહત્વની સાબીત થઈ છે. તેમજ બધી પરીક્ષાના પેપરોનું સઘન ચેકીંગ તથા નાનામાનાની ભૂલો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવું મોદી સ્કુલના શિક્ષકોનો એક વિશિષ્ટ ગુણી તે અમને ખૂબજ ફાયદાકારક બની રહે છે.

સફળતાનો શ્રેય શિક્ષકો અને મોદી સ્કુલને આપુ છું: રાણપરીયા પ્રણવ

ranpariya pranavરાણપરીયા પ્રણવ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુંં હતુ કે મે ૯૬.૧૭% મેળવ્યા છે. હું ધો.૧ થી જ મોદી સ્કુલમાં અભ્યાસ ક‚ છું અને ધો.૧ થી જ આ સ્કુલની અભ્યાસ કરાવવાની શૈલી, શિક્ષકોનું આયોજન મરી નજરોની સમક્ષ છે. ધો.૧૦માં લેવાતી બધી યુનિટ ટેસ્ટ અને પ્રિલીમ ટેસ્ટથી આખા કોર્સનું લગભગ ૨ થી ૩ વાર રિવીઝન થઈ જાય છે. ગમે તેવા અઘરા પ્રશ્ર્નો પણ ક્ધસેપ્ટના આધારે સોલ્વ કરી શકાય છે.તથા બધી જ પ્રકારના અધરા, મધ્યમ અને સહેલા પેપર્સની પરીક્ષા લેવામાં આવે છે. મારી સફળતાનો શ્રેય હું મારા શિક્ષકો અને મોદી સ્કુલને આપું છું.

આઠ પ્રિલીમ પરીક્ષાને લીધે બોર્ડનું પેપર સરળ રહ્યું : લાલવાણી તુષાર

lalvani tusharલાલવાણી તુષારએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મેં ૯૬.૧૭% મેળવ્યા છે. ધો.૧૦માં મને બધા શિક્ષકોએ ખૂબ દલથી ભણાવ્યું સ્કુલની ડે ટુ ડે સિસ્ટમથી રોજનું રોજ મોઢે થરૂ જતું તેથી પરીક્ષા સમયે બધુ ભેગુ ન થઈ જાય અને પરીક્ષા આપવામાં સરળતા રહે. ઉપરાંત સ્કુલ દ્વારા જે લીધા અને બીજુ વાંચન સાહિત્ય આપવામા આવ્યું તેનાથી મને ખૂબ લાભ થયો. આઉપરાંત સ્કુલના શિક્ષકો દરેક વિષયનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરાવે છે. જેથી પાઠયપુસ્તક ઉપરાંત બહારનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પાઠય પુસ્તકની સાથે સ્વઅધ્યપન પોથી પણ શિક્ષકો કરાવે છે. જેથી લાભ થાય છે કે આ ઉપરાંત આઠ પ્રિલીમ પરીક્ષાને બોર્ડનું પેપર ખૂબજ સરળ લાગતું હતુ.

દરરોજ ૪ થી ૫ કલાકના અભ્યાસે સફળતા અપાવી: ઘેલાણી શુભ

ghelani shubhamઘેલાણી શુભમએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે મેં ૯૬.૧૭% મેળવ્યા છે. મારી આ ઝળહળતી સફળતા માટે હુ મારા માતા પિતા, ભગવાન અને મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનુ છું દરરોજનો ૪ થી ૫ કલાકનો અભ્યાસ મને સફળતાના શિખરે પહોચાડવામાં ખૂબજ મદદરૂપ નીવડયો છે.

મોદી સ્કુલની દરરોજની ફરજીયાત ડે ટુ ડે શિક્ષણ પધ્ધતી, સતત માર્ગદર્શન પૂ‚ પાડતા શિક્ષકો, ઉચ્ચ ગુણવતાવાળા પેપર સાથે સતત પરીક્ષા તથા સતત મળતું રહેતુ પ્રોત્સાહન જેને કારણે હું આવી ઉચ્ચ સફળતા મેળવી શકયો છુ સતત લેવાતી પરીક્ષશઓ અને કડક રીતે થતા પેપર ચેકંગને લીધે મારામાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ ગયો હતો.

મોદી સ્કુલનું ઉત્તમ મેનેજમેન્ટ: કોઠારી હેત્વી

kothari hetviકોઠારી હેત્વીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેં ૯૬.૧૭% મેળવ્યા છે. મારા સારા પરિણામમાં સૌ પ્રથમ મારા માતા પિતાનો ફાળો અને સ્કુલનુ મેનેજમેન્ટ પણ એટલુ જ સા‚ છે. સ્કુલમાં પ્રીલીમનરી આ બધા પ્રકારની પરીક્ષશ લેવાથી બધા વિષયનું પુનરાવર્તન બહુ સારી રીતે થતુ રહે છે. આથી કોઈ પણ પ્રકારની સમસ્યા થતી નથી. આ ઉપરાંત બધા શિક્ષકોનું યોગ્ય માર્ગદર્શન અને સાથ મળી રહે છે. કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્કુલનાં સમય પછી પણ દરેક વિષયના શિક્ષકો પ્રોલેમ ડાઉટ સોલ્વ કરાવે છે ઉપરાંત સ્કુલનું સારૂ થાય છે.અને પરિક્ષામાં સારા માર્કસ આવે છે.

ડો. રશિમકાંત મોદી

DSC 21100 1વિદ્યાર્થીઓએ પહેલા જ દિવસથી એકધારી ખૂબજ મહેનત કરી છે. જેનું આ ખૂબજ સુંદર પરિણામ છે. અમરી સ્કુલમાંથી ૯૩૨ વિદ્યાર્થીઓમાંથી ૧૬૬ વિદ્યાર્થીઓ એ૧ ગ્રેડ લઈને આવ્યા છે. ત્રણ વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પીઆર ૭ વિદ્યાર્થીઓ ૯૯.૯૮ પીઆર લઈને આવ્યા છે. જેની પાછળ વિદ્યાર્થીઓની મહેનત અને ખાસ કરીને આ વિદ્યાર્થીઓ ટી.વી. અને મોબાઈલથી દૂર રહેતા અમારા ટીચરોએ પણ વિદ્યાર્થીઓ પાસેથી ઘણી બધી પરીક્ષાઓ લીધેલી છે. જેનું આ પરિણામ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.