Abtak Media Google News

ગણીતમાં યશ વાગડીયાએ ૧૦૦માંથી ૧૦૦ ગુણ પ્રાપ્ત કર્યા: સ્કુલના ૧૫ વિદ્યાર્થીઓને ૯૯.૯૯ પીઆર

ધોળકીયા સ્કુલના ૧૫ વિદ્યાર્થીઓએ ૯૯.૯૯ પીઆર મેળવેલ છે.અને ગણીતમાં જયારે સમગ્ર ગુજરાતનો લગભગ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ત્યારે ધોળકીયા, સ્કુલનાં વાગડીયા યશ દિનેશભાઈએ ગણીતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ મેળવેલા છે.ઉપરાંત શાળાનું રીઝલ્ટ ખૂબજ ઉંચુ જોવા મળ્યું.

Vlcsnap 2018 05 28 11H51M30S52ધોળકીયા સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવનાર પટેલ પલ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. તેમનો ચાર વિષયોમાં ૯૯ માકર્સ મેળવેલા છે. સાથોસાથ ગોહેલ મૃગાંશી પણ પ્રથમ સ્થાન ૯૯.૯૯પીઆર સાથે મેળવેલ છે. તેઓએ બે વિષયમાં ૯૯ માર્કસ મેળવેલ છે.

Vlcsnap 2018 05 28 11H53M08S3

વાઢેર હેમાંગ એ જણાવ્યું કે તેમણે બોર્ડમાં ૯૯.૯૯ પીઅર મેળવેલ છે.તેમણે વિજ્ઞાન અને ગણીતમાં ૯૯ માર્કસ મેળવેલ છે. અને તેમને આઘાતપણ લાગ્યો છે. તેઓને ૯૯ માર્ક આવ્યા તેમનો બી ગ્રુપ લેવાની ઈચ્છા ધરાવી

Vlcsnap 2018 05 28 11H54M07S75

ધ્રુવી ભાવિષીએ જણાવ્યું કે તેઓએ ૯૯.૯૬ પીઆર મેળવ્યા છે. અને તેમને ખૂબજ આનંદ થયો કે ગણીતમાં તેમણે ૯૪ માર્કસ મેળવેલા છે.

Vlcsnap 2018 05 28 11H54M24S1

મેથ્સમાં૧૦૦માંથી ૧૦૦ મેળવનારા વાગડીયા યશ એ જણાવ્યું કે મેથ્સનું રીઝલ્ડ ખૂબજ અધરૂ હોવા છતા પણ તેમની અને તેમના શિક્ષકોની મહેનતના કારણે તેમણે ખૂબજ સારા માર્ક મેળવ્યા છે.

Vlcsnap 2018 05 28 11H51M45S159

જીતુ ધોળકીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અધારામાં અધરા પેપરમાં પણ આગળ કંઈ રીતે વધી શકાય તે ધોળકીયા સ્કુલનાં વિદ્યાર્થીઓએ સાબીત કરી દીધું ટોપ ટેનમાં ૮૦ વિદ્યાર્થીઓ આવેલ છે.એ-૧ ગ્રેડમાં ૨૪૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે વિદ્યાર્થી અને શિક્ષકોની મહેનત જ જળહળી છે. હવે ૧૨ કોમર્સનું પણ પરિણામ આટલું સારૂ હશે તેવી ઈચ્છા વ્યકત કરી.

Vlcsnap 2018 05 28 11H54M43S191

આરાધના ડેલીવાલાએ જણાવ્યું કે માણસ મહેનત કરવા ઈચ્છતો હોય તો પરિણામ જાતે જ સારૂ આવી જાય છે. પરિણામ માણસની ઈચ્છા શકિતને આધીન છે. તો મહેનત કરવી તો પરિણામ સારૂ જ મળશે. તેમણે ૯૯.૯૪ પીઆર મેળવેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.