Abtak Media Google News

દેશમાં મહેન્દ્ર સિંહ ધોનીના કરોડો ફેન્સ છે. માહીના નામે જાણીતા ધોનીને હવે તેના ચાહકો થાલા કહીને બોલાવે છે. ચેન્નઇ સુપરકિંગ્સને આઇપીએલ ૨૦૧૮નો ખિતાબ અપાવ્યા બાદ તે તેની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. પરંતુ તેની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ચાર ચાસણી ચડે તેવી છે. આવો જે એક કિસ્સો આયરલેન્ડમાં બન્યો છે જ્યાં ક્રિકેટ આયરલેન્ડે પોતાના દેશમાં ક્રિકેટને પ્રમોટ કરવા અને સ્ટેડિયમ સુધી દર્શકોને ખેંચી લાવવા માટે ધોનીના નામનો સહારો લીધો છે.

હકીકતમાં ટીમ ઇન્ડિયા આયરલેન્ડના પ્રવાસે બે ૨૦-૨૦ મેચની શ્રેણી  રમશે. હવે ક્રિકેટ આયરલેન્ડ  આ મેચોને સફળ બનાવવા માટે ધોનીના નામનો ઉપયોગ કરી રહ્યું છે. દર્શકોને આકર્ષવા અને ટિકિટના વેચાણ માટે મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરને પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરતા લખ્યું કે, એમએસ ધોની આવી રહ્યા છે અને તમે તેમંને ૨૭ જૂન ૨૦૧૮ને મલાહાઇડમાં રમતા જોઇ શકો છો. ઉલ્લેખનીય છે કે બમને મેચ મલાહાઇડમાં ૨૭ અને ૨૯ જૂનના રોજ રમાશે. આઇપીએલમાં શાનદાર જીત મેળવ્યા બાદ હાલ ધોની આરામ કરી રહ્યા છે. આયરલેન્ડ સામે સીરીઝથી ક્રિકેટમાં તેની વાપસીને લઇને ફેન્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.