Abtak Media Google News

રાત્રી પ્રકાશ ક્રિકેટ મેચની રોમાંચકતા જોવા જામતી મેદની: સેમી ફાઇનલ અને ફાઇનલ મેચનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પ્રસારણ: જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે યુવા ખેલાડીઓની ખેલદીલી બિરદાવી: પ્રથમ દર્શન ઇલેવન અને સર્જક (બી), બીજો એકતા ઇલેવન અને એલ.કે. સ્ટાર ઇલેવન વચ્ચે સેમીફાઇનલ: મવડી હેડ કવાર્ટર ખાતે ખરાખરીનો જંગ જામશે

રાજકોટ રૂરલ પોલીસ દ્વારા મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટ અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે તેમ તેમ મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદના સિધા માર્ગ દર્શન હેઠળ ચાલતી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમના ખેલાડીઓને આયોજનની પ્રસંસા કરી હતી. ખેલાડીઓને સારી સગવડની સાથે ખેલદીલીની ભાવના વધે તે હેતુસર ‚રલ એસ.પી.અંતરિપ સૂદ ખુદ દેખરેખ રાખી રહ્યા છે. બે સેમી ફાઇનલ અને ફાઇલન મેચનું ‘અબતક’ ચેનલ પર લાઇવ પસારણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

તા.૧ મેથી તા.૧૦ મે દરમિયાન ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનને પહોચી વળવા માટે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે એડમન ડીવાય.એસ.પી. ગૌસ્વામી, પી.એસ.આઇ. રાજેન્દ્રસિંહ જાડેજા અને શિરિષ ચૂડાસમાને જવાબદારી સોપી છે. યુધ્ધના ધોરણે મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે સારી સગવડ સાથેનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યા બાદ રાત્રે પણ દિવસ જેવો પ્રકાશ જોવા મળે તે માટે આઠ ટાવર ઉભા કરી ૧૩૦ લાઇટની વ્યવસ્થા કરી છે.

‚રલ પોલીસ યોજાયેલી ટૂર્નામેન્ટમાં ૪૦ જેટલી ટીમે ભાગ લીધો હતો. જેમાં નોકઆઉટમાં ત્રણ મેચ જીતીને દર્શન ઇલેવન અને સર્જક (બી) ટીમ વચ્ચે પ્રથમ સેમી ફાઇનલ મેચ રમાશે જ્યારે એકતા ઇલેવન અને એલ.કે. સ્ટાર ઇલેવન વચ્ચે બીજો સેમી ફાઇનલ મેચ રમાશે બંને મેચમાં વિજતા બનેલી ટીમનો આવતીકાલે સેમી ફાઇનલ મેચ રમવામાં આવશે.

આવતીકાલે ફાઇનલ મેચ જોવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેનાર છે. સેમી ફાઇનલ અને ફાઇનલ મેચના ‘અબતક’ ચેનલ પર લાઇવ પસારણની સાથે થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવશે અમ્પાયર તરીકે પ્રદિપસિંહ જાડેજા અને રાજેન્દ્ર સેલારકા સેવા આપી રહ્યા છે. જ્યારે શિરિષ ચુડાસમા, મુકેશ બારોટ અને ભરતભાઇ કુછડીયા આગવી શૈલીમાં કોમેન્ટ્રી આપી રહ્યા છે.

ગઇકાલે પ્રથમ મેચ ટાઇગર ઇલેવન જામનગર અને રાજકોટની સર્જક(બી) ટીમ વચ્ચે રમાયો હતો. ટાઇગર ઇલેવને ટોસ જીતી પ્રથમ બેટીંગ કરી નવ વિકેટ ગુમાવી ૧૨ ઓવરના અંતે ૯૫ રન ફટકાર્યા હતા. સર્જક (બી) ઇલેવને પાંચ વિકેટ ગુમાવી જ‚રી ૯૫ રન બનાવી વિજય થઇ હતી. બીજો મેચ આરસીસી(એ) અને મહાવીર ઇલેવન વચ્ચે રમાયો હતો. તેમા મહાવીર ઇલેવને પ્રથમ બેટીંગ કરી ૭૯ રન બનાવ્યા હતા આરસીસી (એ) ટીમે વિના વિકેટે ૮૦ રન બનાવી ૧૦ વિકેટથી ભવ્ય વિજય થયો હતો.

ત્રીજો મેચ ડીપી ચેલેન્જર અને લાયન જામનગર વચ્ચે રમાયો હતો. લાયન જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરમાં ૧૦૫ રન બનાવ્યા હતા. તેની સામે ડીપી ચેલેન્જર ૮૯ રન બનાવી શકી હતી ડીપી ચેલેન્જરનો ૧૬ રને પરાજય થયો હતો.ચોથો મેચ આરસીસી (એ) અને સર્જક (બી) વચ્ચે રમાયો હતો તેમાં આરસીસી (એ) ટીમે પ્રથમ બેટીંગ કરી નવ વિકેટ ગુમાવી ૯૫ રન બનાવ્યા હતા. સર્જક (બી) ટીમે છેલ્લી ઓવરના અંતિમ દડે રન લઇ દિલધડક મેચ ૨ વિકેટથી જીતી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતિમ મેચ લાયન જામનગર અને એલ.કે.ઇલેવન વચ્ચે રમાયો હતો. જેમાં એલ.કે.ઇલેવન ટીમે પ્રથમ બેટીંગ કરી ૧૨ ઓવરમાં ૧૪૨ રન ફટકાર્યા હતા. જેની સામે લાયન જામનગરની ટીમ ૪૮ રનમાં ઓલ આઉટ થઇ જતા પરાજય થયો હતો. ગઇકાલની ચાર મેચ દરમિયાન કુલ ૩૬ છક્કા લાગ્યા હતા.

મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે દિલ ધડક મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો એકઠાં થયા હતા અને મોડી રાત સુધી મેચ નિહાળી હતી. આજે બે સેમી ફાઇનલ અને આવતીકાલની ફાઇનલ મેચમાં જોવા વધુ ક્રિકેટ રસીકો એકઠાં થશે તેવું જણાય રહ્યું છે. ‚રલ પોલીસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાન લેબ્સ, ઓપો મોબાઇલ, હડમતાલા જીઆઇડીસી, શક્તિમાન અને ગોપાલ નમકીન દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.