સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં 2000 બેડની સુવિધા ઉભી કરાઈ

1500 બેડમાં ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધતા જતા કોરોના ના કેસ ના મામલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારી હોસ્પિટલમાં 2000થી વધુ નવી બેડો ઉભી કરવામાં આવી છે જેમાં 1500 બેડો માં ઓક્સિજન ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તેવા સંજોગોમાં અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર આરોગ્યતંત્ર એ 24 લાખ લોકોને કોરોનાની વેકસીન આપી દીધી છે.

ત્યારે બીજી તરફ હવે આગામી 3 જાન્યુઆરીથી સુરેન્દ્રનગર જિલ્લાના 80000થી વધુ બાળકોને પણ વેકસીન આપવાની તૈયારીઓ સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રએ શરૂ કરી છે. એવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર આ મામલે સજ્જ બન્યું છે અને કોરોના ની ત્રીજી લહેર સામે અડીખમ રીતે લોકોની સેવા માં ઉભું થયું છે.ત્યારે કોરોના મામલે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્ર ફરી એક વખત એક એક્સન માં આવ્યું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. ત્યારે આગામી 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને પણ કોરોના ની રસી આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ બાબતે ગામડે ગામડે સુરેન્દ્રનગર આરોગ્ય તંત્રની ટીમ કામે લાગી છે.