Abtak Media Google News

રાજકોટના નવજીવન ટ્રસ્ટ અને સરપદડના સ્નેહધારા આશ્રમ દ્વારા પડધરી, લોધીકા, રાજકોટ તાલુકામાં લધુમતિ સમુદાયની બહેનોને ગવમેન્ટ ઓયફ ઇન્ડીયા મીનીસ્ટી ઓફ મોઇનોરીટી અફડીર્સના સહયોગથી નઇ રોશની પ્રોજેકટ અંગર્તત વિવિધ પ્રકારના વિષય દ્વારા જેવા કે નેતાગીરી સ્ત્રીના અધિકારો, શૈક્ષણિક સશકિતકરણ, આરોગ્ય અને સ્વચ્છતા, જીવન કૌશલ્ય, સ્વચ્છ ભારત વગેરે વિષય પર છ દિવસની તાલીમનું આયોજન કરેલ જેમાં ૧૭૫ બહેનોએ ભાગ લીધેલ. તેમાં નવજીવન ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના તજજ્ઞો દ્વારા ૬ દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમના ઉદધાટન પ્રસંગે ઇરફાનભાઇ હાલા પ્રમુખ તાલુકા ભાજપ લધુમતિ મોરચો, સામાજીક ન્યાય સમિતિના ચેરમેન બેચરભાઇ ડાંગર તથા હબીબભાઇ દલ સદસ્ય પડધરી ગ્રામ પંચાયત અને પડધરી મુસ્લિમ જમાત ના આગેવાન નાસીરખાન બ્લોજ, અજીજભાઇ મુન્સી તથા નવજીવન ટ્રસ્ટના ડીરેકટર ફાધર થોમસ અને મેનેજર જેન્તીભાઇ મકવાણા વગેરે મહેમાનો અને બહેનોને તાલીમ માટે પ્રોત્સાહીત કરેલ અને માર્ગદર્શન પુરુ પાડે લ હતું.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.