Abtak Media Google News

સોનું બનાવતો કારીગર ફરવા જવાનું કહી પગારનો ઉપાડ લીધો બાદ સોની લઈ રફુચક્કર થઈ જતાં નોંધાતો ગુનો

રાજકોટમાં સોની બજારમાં સોના-ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ કરતા બંગાળી કારીગરો અવારનવાર વેપારીનું સોનું-ચાંદી લઇને ભાગી જતા હોવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં પ્રકાશમાં આવ્યો છે.જેમ વેપારીને ત્યાં કામ કરતો કારીગર ફરવા જવાનું કહી પગારનો ઉપાડ કરી સાડા પાંચ લાખનું સોનું લઇને રફુચક્કર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

વિગતો મુજબ રાજકોટમાં કેનાલ રોડ, વસુંધરા સોસાયટીમાં રહેતા મૂળ 5.બંગાળના સુભેન્દુ નિમાઇ બાર નામના વેપારીએ પ.બંગાળના હુગલી શહેરના સુરોજિત લક્ષ્મી દોલુઇ નામના કારીગર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.વેપારીની ફરિયાદ મુજબ, તે દરબાર ગેટ ચોક પાસે પી.એન. જ્વેલર્સના નામની દુકાન ધરાવે છે. સોની બજારના વેપારીઓ પાસેથી સોનું ખરીદી કારીગરો પાસે એન્ટિક ઘરેણાં બનાવવાનું કામ કરે છે. દરમિયાન 1 વર્ષ પૂર્વે સાઢુભાઇના કહેવાથી તેના ગામના સુરોજિતને પોતાને ત્યાં કામે રાખ્યો હતો. અને રાજકોટમાં સાઢુભાઇ સાથે રહેતો હતો. સુરોજિત ગત તા.21-5ના રોજ દુકાને જઇ ત્યાં કામ કરતા અન્ય કારીગરોને પોતે આજી ડેમે ફરવા જતો હોવાનું કહીને ગયો હતો. બાદમાં તે રાત સુધી દુકાને કે તેના ઘરે પરત ન આવતા અન્ય કારીગરે પોતાને જાણ કરી હતી.

સુરોજિતનો સંપર્ક કરવા અન્ય કારીગરોએ મોબાઇલ પર રિંગ લગાવી હતી, પરંતુ તે ઉપાડતો ન હોવાનું પણ પોતાને જણાવતા પોતે પણ સુરોજિતના મોબાઇલ પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તે પોતાનો પણ ફોન ઉપાડતો ન હતો. સુરોજિતને એન્ટિક ઘરેણાં બનાવવા માટે બે કટકે રૂ.5.49 લાખનું કુલ 96 ગ્રામ 680 મિલિગ્રામ સોનું આપ્યું હોય દુકાને રહેલા કારીગરને સુરોજિત જ્યાં બેસીને કામ કરે છે ત્યાંનું ખાનું ચેક કરવા કહ્યું હતું. થોડા સમય બાદ કારીગરે સુરોજિતનું ખાનું ખાલી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ સુરોજિત થોડા દિવસ પહેલા તેના પગારમાંથી રૂ.15,900નો ઉપાડ લેતો ગયો હોય કુલ રૂ.5.65 લાખનું સોનું અને રોકડ લઇ રફુચક્કર થઇ જતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.