Abtak Media Google News

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે સીટની રચના કરી પોતાના સુપર વિઝન હેઠળ તપાસ રાખી: ફરજમાં બેદરકારી દાખવતા બે પીએસઆઇ સસ્પેન્ડ

ઘટનાને 48 કલાક બાદ મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર

ચુડા નજીક આવેલા સમઢીયાળા ગામે દલિત પરિવારની વડીલોપાર્જીત ખેતીની જમીન હડપ કરવાના ઇરાદે સુદામડા અને સમઢીયાળાના પંદર જેટલા શખ્સોએ આંખમાં મરચુ છાંટી, ધારિયા અને લાકડીથી હુમલો કરી બે સગા ભાઇની કરપીણ હત્યા કર્યાની અને રુા.2 લાખની લૂંટ ચલાવ્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.  એક જ પરિવારના બે હત્યા થતાં દલિત પરિવાર ઉગ્ર રોષ રાથે કરેલી રજૂઆતના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે સમગ્ર ઘટનાની તપાસ કરવા સીટની રચના કરી તપાસનું સુપર વિઝન પોતાની પાસે રાખ્યું છે. તેમજ ફરજમાં બેદરકારી દાખવતા બે પીેએસઆઇને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ સમઢીયાળા ગામના વતની અને હાલ અમદાવાદના જુના વાડજ યુનિયન બેન્ક પાછળ રહેતા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર નામના 60 વર્ષના દલિત વૃધ્ધ અને તેમના નાના ભાઇ મનોજભાઇ પરમાર (ઉ.વ.54) પર ધારિયા અને લાકડીથી હુમલો કરી હત્યા કરી, શાંતાબેન અને નંદનીબેન પર ખૂની હુમલો કરી રુા.2 લાખની લૂંટ ચલાવ્યાની તેમજ જ્ઞાતિ અંગે અપમાનિત કર્યાની સુદામડા ગામના અમરાભાઇ હરસુરભઆઇ ખાચર, નાગભાઇ હરસુરભાઇ ખાચર, મંગળુભાઇ અમરાભાઇ ખાચર, ભીખુભાઇ ભોજભાઇ ખાચર, સમઢીયાળાના ભાણભાઇ અને દસ થી પંદર જેટલા અજાણ્યા શખ્સો સામે પારુલબેન ખોડાભાઇ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મૃતક આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારની વડીલોપાર્જીત ખેતીની જમીન સમઢીયાળા ગામે આવેલી છે. આ જમીન હડપ કરવા માટે સુદામણાના શખ્સો અવાર નવાર ધાક ધમકી દેતા હોવાથી બંને પરિવર વચ્ચે ઘણા લાંબા સમયથી અદાવત ચાલે છે. આ અંગે કોર્ટમાં ચાલતા કેસનો દલિત પરિવારની તરફેણમાં હુકમ થયો હોવાથી વિવાદ વધુ વકર્યો હતો. દલિત પરિવાર પોતાના ખેતરે હતા ત્યારે સુડામડા અને સમઢીયાળાના શખ્સો કારમાં ધારિયા અને લાકડી જેવા હથિયાર સાથે ઘસી આવ્યા હતા. ત્યારે નંદનીબેન વચ્ચે આવતા તેમની આંખમાં મરચુ છાંટી લાકડીથી માર માર્યા બાદ શાંતાબેનના માથામાં લાકડી મારતા તેમને બચાવવા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર અને તેમના ભાઇ મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર દોડી આવ્યા હતા ત્યારે તેમના પર ધારિયા અને લાકડીથી હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. ચારેયને સારવાર માટે લીંબડી લઇ જવામાં આવ્યા હતા જયાં આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારના મૃત્યુ નીપજ્યા હતુ.

સમઢીયાળા ગામે આલજીભાઇ પરમાર અને મનોજભાઇ પરમારની હત્યાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે મૃતક પરિવાર પર જીવલેણ હુમલો થશે તેવી દહેસત વ્યક્ત કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તા.5 જુલાઇના રોજ અને જિલ્લા કલેકટરને તા.7 જુલાઇના રોજ રજુઆત કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કડક કાર્યવાહી ન કરી નિષ્ક્રીયતા દાખવતા બંને સગા ભાઇઓએ જીવ ગુમાવવો પડયાના દલિત સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ થઇ રહ્યા છે. ફરજમાં બેદરકારી દાખવતા પીએસઆઇ જે.બી. મીઠાપરા અને પીએસ.આઇ. ટી.જે.ગોહિલને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે સમગ્ર ઘટનાની ઉંડી તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સીટની રચના કરી છે. જેમાં જામનગર એસપી પ્રેમસુખ ડેલુના અધ્યક્ષ સ્થાને ધ્રાંગધ્રાં ડીવાય.એસ.પી. જે.ડી.પુરોહિત, એલસીબી પીઆઇ અને એસઓજી પીઆઇ દ્વારા તપાસ કરવામાં આવશે સમગ્ર તપાસનું રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ખુદ સુપરવિઝન કરનાર છે.

આલજી પરમાર અને મનોજ પરમારની હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોની ધરપકડ કરી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે. રોષે ભરાયા ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યા હતા.

ભાજપના રાજમાં સામાજીકતા સમરસતા  ડહોળાઈ રહી છે: શકિતસિંંહનો વસવસો

ચુડાના સમઢીયાળામાં બે ભાઈની હત્યાની ઘટનાને  અત્યંત દુ:ખદ ગણાવી: પરિવારને સાંત્વના પાઠવી

Img 20230714 102110

સુરેન્દ્રનગર જિલ્લાના બે દલિત દિકરાઓની થયેલ નિર્મમ હત્યા અંગે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સામાજીક સમરસતા ભાજપના શાસનમાં ડહોળાઈ રહી છે. વોટબેંકના પોલિટીક્સમાં વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. દલિત આગેવાનની પેઢીઓની જમીન હયાત છે. જ્યારે ખેતીકરવા જાય ત્યારે માથાભારે તત્વો હેરાન કરે છે.

સુરેન્દ્રનગર જીલ્લાના સમઢીયાળીનાં ચુડા ગામના દલિત પરિવાર પોતાની વડિલોપાર્જીત જમીન પડાવી લેવા ભૂમાફીયા વિરૂધ્ધ પોલિસ રક્ષણ અવારનવાર માંગવા છતાં ભાજપ સરકારના પોલીસતંત્રએ ગંભિરતાથી નોંધ લીધી ન હોવાથી ગત રાત્રીએ કેટલાક અસામાજીક તત્વોએ હુમલો કરી બે સગાભાઈની નિર્મમ હત્યા કરી છે. અસામાજીક તત્વો દ્વારા વારંવાર પરેશાન કરવા અંગે પીડિતાના પરિવારે અગાઉ પોલીસ, કલેકટરને જીવના જોખમ અને પોલીસ રક્ષણ માટે અરજી આપી હતી, જેની નકલ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સમાજ કલ્યાણ મંત્રીને મોકલવામાં આવી હતી.

આમ છતાં તેમને ન તો પોલીસ રક્ષણ મળ્યું કે ન તો કોઈ કાર્યવાહી થઈ. જો રક્ષણ અપાયું હોત તો જાનહાની ના થઈ હોત આ ઘટના માટે જવાબદાર કોણ ? ભાજપ સરકાર જવાબ આપે. ગુજરાતમાં જ્યારે પણ કોઈની સાથે અન્યાય થાય છે ત્યારે અન્યાય કોણ કરે છે?    દલિત સમાજ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે આ ભાજપ સરકાર દલિત સમાજને ન્યાય આપવામાં અસંવેદનશીલ બની છે તે કેટલે અંશે વ્યાજબી ?સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં અતિશય દુ:ખદ ઘટના અંગે સમાચાર મળતા જ રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં ઉપનેતા  શૈલેષભાઈ પરમાર, એસ.સી. સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા, ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન  ઘનશ્યામ ગઢવી, પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી,  ઈન્દ્રનીલ રાજગુરુ સાથે પ્રદેશનાં હોદ્દેદારોઓ- સાથીઓ સાથે દલિત પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.