Abtak Media Google News

બે ગુનાની પોલીસ પૂછતાછમાં આપી કબૂલાત:બાઈક,હેલ્મેટ અને રોકડ મળી કુલ રૂ.67 હજાર કબજે

સોના-ચાંદીના દાગીના ચમકાવી દેવાના બહાને નજરચૂકવી તેની ચોરી કરતા બે ગઠિયા શંકર મોતીલાલ શાહ (ઉં.વ.38) અને રણજીત રમેશ શાહ (ઉં.વ.42)ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લેતાં રાજકોટમાં બે ગુના આચર્યાની કબૂલાત આપી છે. બન્ને આરોપીઓ બિહારના કટીહાર જિલ્લાના વતની છે.

વિગતો મુજબ બાતમી આધારે પી.આઈ. વાય. બી. જાડેજા અને પી.એસ.આઈ. એમ. જે. હુણે દ્વારા બન્ને આરોપીઓને સાત હનુમાન મંદિર નજીકથી પકડી પાડી ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બાઈક ,બે હેલ્મેટ અને મોબાઈલ ફોન અને રૂ.25,500 રોકડ મળી કુલ રૂપિયા 67,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.પ્રાથમિક પૂછતાછ જાણવા મળ્યું હતું કે, એકાદ માસ પહેલા સ્વામીનારાયણ મંદિરની સામેના વિસ્તારની ચાલીમાં રહેતી એક મહિલા પાસે તેની સોનાની બે બંગડી સાફ કરવાના બહાને લઈ તે ઉઠાંતરી કરી ગયાની ઉપરાંત એરપોર્ટ રોડ પર ને બે બહેનોને વિશ્વાસમાં લઈ દાગીના ચમકાવી દેવાના બહાને તેમની સોનાની બંગડીઓ અને બે સોનાના પાટલા લઈ ભાગી ગયા હોવાની તેઓએ કબુલાત આપી હતી.આરોપી શંકર લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ધ આ અગાઉ આ જ રીતે ઠગાઈના વાંકાનેર, જુનાગઢ, અમદાવાદ, પશ્ચિમ ભૂજ અને રાજકોટમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.