Abtak Media Google News

સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ પાછળ રહેતો અને ભજીયાની લારીમાં કામ કરતો 27 વર્ષીય યુવાન રવિવારે સાંજે બહેનના ઘેર કૃષ્ણનગર ગયો હતો. જયાં મોબાઇલ ભુલી જતા ફરી મોબાઇલ લેવા જતો હતો ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાસે બાઇક સાથે ટ્રેકટર અથડાતા યુવાનનું મોત થયુ હતુ.

પોસ્ટ ઓફિસ પાછળ રહેતો 27 વર્ષીય છત્રપાલસિંહ ભાવસીંગ ડોડીયા ડિસ્ટ્રીકટ કોર્ટ સામે ભજીયાની લારીમાં કામ કરતો હતો. કૃષ્ણનગરમાં રહેતા તેમના બહેનના ઘેર છત્રપાલસિંહ ગયા હતા. જયાંથી ઘેર પરત આવતા ખબર પડી હતી કે, મોબાઇલ તો બહેનના ઘેર ભૂલી ગયો છુ. આથી થોડી જ વારમાં મોબાઇલ લેવા તેઓ કૃષ્ણનગર તરફ જતા હતા. જયાં રસ્તામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પાસે સામેથી આવતા ટ્રેકટર સાથે બાઇક અથડાતા માથામાં ઇજા પહોંચી હતી. બનાવની ભાવસીંગ પચાણભાઇ ડોડીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.